Murder/ માતા, પત્ની અને બાળક સામે વેપારીની ગોળી મારીને હત્યા

હરિયાણાના રોહતક જીલ્લામાં ભંગારના વેપારીની ગોળી મારીને હત્યા કરયા બાદ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં કેટલાક આરોપી ઘટનાસ્થળે આવે છે અને તાત્કાલિક ફાયરિંગ શરૂ કરી દે છે. ઘટના સમયે મૃતકની માતા, પત્ની અને બાળકો પણ હતા. પરંતુ તેમની સામે જ આરોપીઓ ફાયરિંગ શરૂ……….

Top Stories India

@ નિકુંજ પટેલ

Haryana News: હરિયાણાના રોહતકમાં એક વેપારીની 29 ફેબ્રુઆરીના રોજ ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. આ હત્યાકાંડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આરોપીઓએ વેપારીની હત્યા તેની માતા, પત્ની અને બાળકો સામે કરી હતી.

હરિયાણાના રોહતક જીલ્લામાં ભંગારના વેપારીની ગોળી મારીને હત્યા કરયા બાદ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં કેટલાક આરોપી ઘટનાસ્થળે આવે છે અને તાત્કાલિક ફાયરિંગ શરૂ કરી દે છે. ઘટના સમયે મૃતકની માતા, પત્ની અને બાળકો પણ હતા. પરંતુ તેમની સામે જ આરોપીઓ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. બીજી તરફ આ ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે. આરોપીઓને બિહારના મુઝફ્ફરપુરમાં નેપાળ બોર્ડર પરથી ઝડપી લેવાયા હતા.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. જેમાં 29 ફેબ્રુઆરીની રાત્રે 10.56 વાગ્યે આ બનાવ બન્યો હોવાનું દેખાય છે. વીડિયોમાં કેટલાક લોકો સફેદ રંગની કારમાં આવે છે. ત્યારબાદ કોઈ કંઈ સમજે તે પહેલા તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. બદમાશોએ થોડી સેકન્ડોમાં જ એટલી ગોળીઓ વરસાવી કે ભંગારના વેપારીનું મોત નિપજ્યું હતું. વીડિયોમાં તેની માતા, પત્ની અને બાળકો પણ જોઈ રહેલા દેખાય છે. તમામ લોકો દોડીને કારની નજીક ગયા હતા, પરંતુ આરોપીઓ તેમ છત્તા અટક્યા ન હતા અને ફાયરિંગ કરતા રહ્યા હતા.

આ ઘટનાને અંજામ આપનારા આરોપી જયપુરના બાળ સુધારગૃહમાંથી ભાગેલા હોવાનું બહાર આવ્યું છે. જેલમાંથી ભાગીને તેમણે 29 ફેબ્રુઆરીએ રોહતકમાં એક ઢાબા વેપારીની ગોળી મારીને હત્યા કરી હતી. દરમિયાન આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ લીધી છે. હત્યાની આ ઘટનામાં મૃતકની ઓળખાણ ગુરગ્રામ નિવાસી સચિન મુજાલ તરીકે થઈ છે. સચીન વેપારી હતો અને પોતાના પરિવાર સાથે સંગરૂર જઈ રહ્યો હતો. રસ્તામાં ઢાબા પર રોકાઈને પરિવારે ભોજન પણ કર્યું હતું. તે સમયે કારમાં સવાર બદમાશોએ વેપારીની હત્યા કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ