ચેતજો/ અમદાવાદમાં અઘોરીના વેશમાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ, મોડ્સ ઓપરેન્ડી જાણી સન્ન રહી જશો

અમદાવાદમાં નકલી આઘોરીનો વેશ ધારણ કરી ચોરી કરતી મદારી ગેંગનો શખ્સ ઝડપાયો છે.

Gandhinagar Top Stories Gujarat

અમદાવાદમાં નકલી આઘોરીનો વેશ ધારણ કરી ચોરી કરતી મદારી ગેંગનો શખ્સ ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે યુવકની ધરપકડ કરી છે. આરોપીએ સોલા સાયન્સ સીટી પાસે અઘોરીનો વેશ ધારણ કરી હિપ્નોટાઇઝ કરીને એક સિનિયર સીટીઝનના સોનાના દાગીના ચોરી કરી લીધા હતા. પોલીસની તપાસમાં આ બહુરૂપી ઠગે અનેક લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદની સોલા પોલીસે નકલી સાધુ અને અઘોરીનો વેશ ધારણ કરીને ચોરી કરતી મદારી ગેંગના એક આરોપીને ઝડપી પાડ્યો છે. મદારી ગેંનો સાગરીત આસ્થા અને શ્રદ્ધાના નામે લોકોનો વિશ્વાસ કેળવીને હિપ્નોટાઇઝ કરીને ચોરી કરતા હતા.

સાયન્સ સીટી પાસે એક સિનિયર સીટીઝનને નકલી સાધુઓએ હિપ્નોટાઇઝ કરીને સોનાના દાગીના ચોરી કરી લીધા હતા. જેને લઈને ઝોન 1 LCB સ્કોર્ડએ બાતમીના આધારે યુવકની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 52 ગ્રામના 2.33 લાખના દાગીના કબ્જે કરવામાં આવ્યા છે. આરોપી પાસેથી ચોરીના સોનાના દાગીના વેચવા જઇ રહ્યો હતો.

પોલીસ તપાસમાં મદારી ગેંગની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેને સાંભળી પોલીસ પણ દંગ રહી ગઇ હતી. આરોપી અને મદારી ગેંગના અન્ય આરોપીઓ મળીને સિનિયર સીટીઝન અને રાહદારીઓને ટાર્ગેટ કરીને આસ્થાના નામે ચોરીને અંજામ આપતા હતા.

તપાસમાં આ ટોળકીના સભ્યો દહેગામ નજીક આવેલા ગણેશપુરા ગામમાં રહે છે. ગેંગના સભ્યો સાધુ અને અઘોરી બાવાનો વેશ ધારણ કરીને દેશના જુદા જુદા રાજ્યોમાં લોકોનો વિશ્વાસ કેળવીને નજર ચૂકવીને ચોરી કરતા હોય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ટોળકી હિપ્નોટાઇઝ કરવામાં એક્સપર્ટ છે.

હાલ પોલીસ મદારી ગેંગના સભ્યો શહેરના કેટલા લોકોને આ રીતે છેતર્યા છે તેને લઇ તપાસ હાથ ધરી છે.