Gujarat News/ ગુજરાતમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી

ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની શક્યતા દર્શાવવામાં આવી છે

Gujarat
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા વરસાદી(Rain) માહોલ બન્યો છે

Gujarat News : ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા વરસાદી (Rain) માહોલ બન્યો છે. બે અલગ અલગ સિસ્ટમ સક્રિય હોવાથી તેમજ ભેજવાળા પવનો ફૂંકાતા વાતાવરણમાં પલટો આવ્યો છે.

હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને આજે કચ્છ, મોરબી, રાજકોટ અને અમરેલી જિલ્લામાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે ગરમીમાં રાહત મળી શકે છે. હવામાન નિષ્ણાતો અનુસાર કેટલાક વિસ્તારોમાં અચાનક પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે.

રાજ્યના લોકો માટે આગામી 24 કલાક દરમિયાન હવામાનમાં બદલાવ અનુભવાશે, તેથી સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો : ગુજરાત વરસાદ Live : ભારે વરસાદને પગલે અરવલ્લીની વાત્રક નદીમાં આવ્યા નવા નીર

આ પણ વાંચો : સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો : ગુજરાત વરસાદ Live : રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારા પર એલર્ટની સ્થિતિ