Madhya Pradesh/ ભોપાલના મંત્રાલયમાં ભીષણ આગ, મહત્વના દસ્તાવેજો બળીને ખાખ

લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગને જાણ કરતા આગ ઓલવવાની કામગીરી થઈ રહી છે. આગ કેવી રીતે લાગી તેનું…….

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 09T140553.866 ભોપાલના મંત્રાલયમાં ભીષણ આગ, મહત્વના દસ્તાવેજો બળીને ખાખ

Madhya Pradesh News: ભોપાલમાં આવેલ મંત્રાલય ભવનમાં આજે સવારે ભીષણ આ લાગી હતી. આગ ગેટ નંબર 5 અને 6ની વચ્ચે બિલ્ડીંગના ત્રીજા માળે લાહતા અફરાતફરી મચી જવા પામી છે. લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગને જાણ કરતા આગ ઓલવવાની કામગીરી થઈ રહી છે. આગ કેવી રીતે લાગી તેનું કારણ શોધી શકાયું નથી. ઘણા મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા છે.

મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું છે કે, તેમની જાણકારી મુજબ વલ્લભ ભવનમાં જૂની બિલ્ડીંગમાં ત્રીજા માળે આગ લાગી છે. તેઓ ઘટનાની માહિતી એકઠી કરી રહ્યા છે. આગ પર અત્યારે કાબૂ મેળવી દીધો છે. આગળથી ધ્યાન રાખવું પડશે કે આવી ઘટના ફરીથી ન બને.

મોહન યાદવે આગ લાગવાના કારણો શોધવાની તપાસ શરૂ કરાવી દીધી છે. આશરે સવારે 9:30 વાગ્યે આગ લાગી હતી. સફાઈ કર્મીઓએ અચાનક બિલ્ડીંગમાં ધૂમાડો ઉડતો જોયો અને તાત્કાલિક ફાયર વિભાગને બનાવની જાણ કરી. શનિવાર હોવાને કારણે વધ કર્મચૈરીઓ ઓફિસમાં ન હતા. કોઈ જાનહાનિ થવા પામી નથી.

બે કર્મચારીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ જ બિલ્ડીંગમાં 5મા માળે મુખ્યમંત્રીની ઓફિસ પણ આવેલી છે. મંત્રાલયની જૂની બિલ્ડીંગમાં વધારે કર્મચારીઓ બેસતા નથી. મુખ્ય સચિવ વીરા રાણા ઘટના સ્થળ પર હાજર છે. આગ લાગવાની પાછળ કોઈ ગેરપ્રવૃતિ કરવાનો હેતુ તો નથી ને.. એ મુદ્દે પણ તપાસ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ લક્ષ્ય દબાસને મોસ્ટ ઈમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટર એવોર્ડ, રાજ્યપાલ દેવવ્રતને મળવાની ઈચ્છા વ્યક્ત કરી

આ પણ વાંચોઃ ખાલિસ્તાની નિજ્જરની હત્યા કેવી રીતે થઈ, વીડિયો સામે આવ્યો

આ પણ વાંચોઃ દારૂ પીવડાવી બહેનો ઉપર ગેંગરેપ ગુજારી વીડિયો ઉતાર્યો, પરિવારના ત્રણ જણાએ જીવન ટૂંકાવ્યા

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં ખાણમાફિયાઓ બેફામ, પુરાયેલી ખાણો ફરી ધમધમતાં બેનાં મોત