Ambaji/ અંબાજીમાં ચિક્કીનો જ પ્રસાદ ચાલુ રહેશે, ઋષિકેશ પટેલે આપ્યું કારણ

અંબાજીના મોહનથાળનો પ્રસાદ છેલ્લા 9 દિવસથી બંધ છે ત્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુદ્દે જણાવ્યું કે અંબાજી સમગ્ર વિશ્વ માટે આસ્થાનું પ્રતિક છે. કોવિડ દરમિયાન 1.25 કરોડ લોકોએ ઓનલાઈન…

Top Stories Gujarat Others
Prasad of Chikki continue

Prasad of Chikki continue: અંબાજીમાં મોહનથાળના વિતરણથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દેશના 51 શક્તિપીઠોમાં સામેલ અંબાજીમાં મોહનથાળના પ્રસાદના વિતરણને લઈને માનાં ભક્તો નારાજ થયા છે. આ મામલે વિવિધ રાજકીય પક્ષોએ વિરોધ પણ કર્યો છે. આ સિવાય હવે વિશ્વ હિંદુ પરિષદ પણ આગળ આવ્યું છે

અંબાજીના મોહનથાળનો પ્રસાદ છેલ્લા 9 દિવસથી બંધ છે. વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષો પણ પરંપરાગત પ્રસાદ આપવાની પ્રથા ચાલુ રાખવાની માંગ કરી રહ્યા છે. દોઢ વર્ષમાં મોહનથાળના પ્રસાદના ભાવમાં 150 ટકાનો વધારો થયો છે. ચિક્કીની સરખામણીમાં મોહનથાળના પ્રસાદની માંગ વધુ છે. પરંતુ કલેક્ટરે અચાનક જ મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કારણ કે ચીક્કીના પ્રસાદમાં નફો વધુ હતો. અંબાજી મંદિરમાં 25 રૂપિયામાં 4 ચિક્કીનું વિતરણ કરવામાં આવે છે. એટલા માટે લાભને જોતા મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિક્કીનું વિતરણ કરવામાં આવે છે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે અંબાજી સમગ્ર વિશ્વ માટે આસ્થાનું પ્રતિક છે. કોવિડ દરમિયાન 1.25 કરોડ લોકોએ ઓનલાઈન દર્શન કર્યાં હતા અને ઓનલાઈન પ્રસાદ પણ ઓર્ડર કર્યાં રહ્યા હતા. લોકો ફરાળ દરમિયાન મોહનથાળ લઈ શકતા નથી તેવી માન્યતા હોવા છતાં પણ પ્રસાદ ચાલુ રાખ્યો હતો. મંદિર દ્વારા આપવામાં આવતો ચિક્કીનો પ્રસાદ 3 મહિના સુધી બગડતો નથી જ્યારે મોહનથાળને વધુ સમય સુધી રાખી શકાતો નથી. ફરાળમાં આ ખાસ ચિક્કી લઈ શકાય છે. દેશ વિદેશ મોકલે તો પણ ખરાબ નહીં થાય. જ્યારે મોહનથાળનો પ્રસાદ ખરાબ થઈ જાય છે. તેથી જ મંદિર દ્વારા ચિક્કીનો પ્રસાદ નક્કી કરવામાં આવ્યો છે અને હાલ પુરતું અંબાજીમાં ચિક્કીનો પ્રસાદ જ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે યાત્રાધામ અંબાજીમાં પ્રસાદ વિવાદ વચ્ચે હવે ભાજપમાં પણ ભંગાણ થવા લાગ્યો છે. અંબાજી ભાજપના ઉપપ્રમુખ સુનિલ બ્રહ્મભટે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે, ત્યારબાદ હવે અંબાજી જિલ્લા ભાજપ મહિલા મોરચાના સભ્યએ રાજીનામું આપી દીધું છે. ભાજપના કારોબારી સભ્ય નીરૂબહેન દવેએ રાજીનામું આપ્યું છે. મોહનથાળનો પ્રસાદ ગત સપ્તાહથી બંધ છે અને તેને ફરી શરૂ કરવાની માંગ સાથે રાજીનામું આપ્યું છે.

આ પણ વાંચો: Tennis/ સાનિયા મિર્ઝાએ PM મોદીનો પત્ર સોશિયલ મીડિયા પર કર્યો શેર, કહી આ વાત

આ પણ વાંચો: ના હોય!/ નાગપુરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ, તેમના ગામ મોકલવામાં આવ્યા ભિખારીઓને, જાણો શું છે કારણ?

આ પણ વાંચો: Bilawal Bhutto-Kashmir/ હતાશ બિલાવલ ભુટ્ટોનો સ્વીકારઃ હવે કાશ્મીર મુદ્દે યુએનમાં ખાસ સમર્થન મળતું નથી