Bollywood/ સતીશ કૌશિકના મોત મામલે મોટો ખુલાસો, પોલીસને મળ્યો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ, જાણો શું હતું કારણ

હોળીના દિવસે ફાર્મ હાઉસમાં આયોજિત પાર્ટીમાં 20 થી 25 મહેમાનોએ હાજરી આપી હતી. સતીશ કૌશિકે તેના મિત્રો સાથે હોળીની ઉજવણી કરી, ડાન્સ કર્યો, ત્યારબાદ તે રાત્રે લગભગ સાડા નવ વાગ્યે સૂઈ ગયો અને લગભગ 12 વાગ્યે તેની તબિયત બગડતાં તેણે મેનેજરને ફોન કરીને કહ્યું કે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

Trending Entertainment
સતીશ

હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું ગુરુવારે અવસાન થયું. આ સમાચાર પર કોઈએ વિશ્વાસ પણ ન કર્યો. કોઈ માની ન શકે કે જે વ્યક્તિ ગઈ કાલે હોળી ઉજવી રહ્યો હતો તેનું આજે અવસાન થયું હશે, પરંતુ બધાએ આ હકીકત સ્વીકારી લીધી. હવે તેના મૃત્યુ બાદ પોલીસને વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો છે, જેમાં તેના મૃત્યુ અંગે મોટો ખુલાસો થયો છે. વાસ્તવમાં, ઘણા લોકો અનુમાન કરી રહ્યા હતા કે તેનું મૃત્યુ કુદરતી નહીં પરંતુ કોઈ અન્ય કારણોસર થયું હતું. આ આશંકા બાદ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી.

પોલીસને મળેલા વિગતવાર પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ સતીશ કૌશિકના મૃત્યુનું કારણ બીમારીના કારણે કાર્ડિયાક અરેસ્ટ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સતીશ કૌશિકને હાઈપરટેન્શન અને સુગરની બીમારી હતી. હજુ સુધી તપાસમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી કે મૃત્યુ કોઈ શંકાસ્પદ સંજોગોમાં થયું છે. જણાવી દઈએ કે સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ ચાર ડોક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવ્યું છે, જેની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સતીશ કૌશિક જે ફાર્મ હાઉસમાં હાજર હતા ત્યાં 20 થી 25 લોકો પાર્ટીમાં સામેલ થયા હતા. આ તમામને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. પોલીસે ફોર્મ હાઉસના લગભગ 7 કલાકના સીસીટીવી ફૂટેજ પોતાના કબજામાં લીધા છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી પોલીસને કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

પોલીસ વિસરા રિપોર્ટની રાહ જોઈ રહી છે

સતીષ કૌશિકના મોત બાદ પોલીસની ક્રાઈમ ટીમ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફાર્મ હાઉસમાંથી મળી આવેલી દવાઓ તપાસ માટે મોકલી દેવામાં આવી છે, તેનો રિપોર્ટ આવવાનો બાકી છે. પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ પ્રતિબંધિત દવા મળી નથી, જે દવા મળી છે તેમાં કયું ક્ષાર છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, પોલીસને હજુ સુધી દવાઓની પ્રાપ્તિ અને સતીશ કૌશિકના મૃત્યુ વચ્ચે સીધો સંબંધ મળ્યો નથી. જો કે વિસેરા રિપોર્ટ આવવાનો બાકી છે, પોલીસ વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે. ત્યાર બાદ જ ખબર પડશે કે સતીશ કૌશિકે શું ખાધું હતું?

આ પણ વાંચો:નવા બ્લોગમાં અમિતાભ બચ્ચને પોતાની પીડા વિશે જણાવ્યું, રિકવરીની કરી વાત

આ પણ વાંચો:ઓસ્કરનો જાણો ઇતિહાસ અને ક્યારે અપાયો હતો સૌપ્રથમ એવોર્ડ

આ પણ વાંચો:સતીશ કૌશિકનું મૃત્યુઃ ફાર્મ હાઉસમાંથી દવાઓ મળી

આ પણ વાંચો:ફૈઝાન અંસારીની લડાઈ પહોંચી કોર્ટમાં, અભિનેતાએ કહ્યું- હું ઉર્ફીને મુંબઈમાં નહીં રહેવા દઉં