Not Set/ દત્તક લીધેલ ગામની સંભાળ ના થઇ શકી, દેશની કમાન કેમ સંભાળશે: સ્મૃતિ ઇરાનીના રાહુલ પર પ્રહાર

અમેઠી, કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીને અમેઠીમાં  યોજાયેલા વિજય સંકલ્પ સંમેલનમાં સભાને સંબોધિત કરતા જૂની યાદો વાગોળતા જણાવ્યું હતું કે 2014 માં પહેલી વાર ઉમદેવારના રૂપમાં અમેઠીમાં આવ્યા હતા ત્યારે લોકોએ આર્શિવાદ આપ્યા હતા. અમેઠીને વચન આપ્યું હતું કે પ્રજાએ મને દીદી બનાવ્યા છે તો હુ એક બહેન તરીકે સંબંધો નિભાવીશ અને આપના […]

Top Stories Politics
Smriti Irani દત્તક લીધેલ ગામની સંભાળ ના થઇ શકી, દેશની કમાન કેમ સંભાળશે: સ્મૃતિ ઇરાનીના રાહુલ પર પ્રહાર

અમેઠી,

કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીને અમેઠીમાં  યોજાયેલા વિજય સંકલ્પ સંમેલનમાં સભાને સંબોધિત કરતા જૂની યાદો વાગોળતા જણાવ્યું હતું કે 2014 માં પહેલી વાર ઉમદેવારના રૂપમાં અમેઠીમાં આવ્યા હતા ત્યારે લોકોએ આર્શિવાદ આપ્યા હતા. અમેઠીને વચન આપ્યું હતું કે પ્રજાએ મને દીદી બનાવ્યા છે તો હુ એક બહેન તરીકે સંબંધો નિભાવીશ અને આપના પ્યારને કારણે હું આપના સુખ અને દુખમાં આપની સાથે છું. 2019ની ચૂંટણી ગૌરવની ચૂંટણી છે. રાહુલ ગાંધી તેના દત્તક લીધેલા ગામને સંભાળી નથી શકાત દેશની કમાન કેવી રીતે સંભાળશે. રાહુલ ગાંધીનો સાથ છોડીને હજારો લોકો ભાજપ પરિવારમાં જોડાયા છે. શુક્રવારે એક સમ્મેલનને સંબોધતા તેને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી 2019 મા અમેઠીથી સતત બીજી વાર ઉમેદવાર બનેલા કેન્દ્રીય કાપડપ્રધાન સ્મૃતિ ઇરાની ચૂંટણીના પ્રચાર અર્થે બે દિવસના અમેઠીના પ્રવાસ પર છે.

અમેઠીનું દુર્ભાગ્ય કે અહીંના જ સાંસદ લાપત્તા છે

વધુમાં સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે અહીંના સાંસદ જ લાપત્તા છે તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. અમેઠીના કાર્યકરો મને દરેક ગામમાં લઇ જવા માંગે છે અને અમેઠીની પાંચ વિધાનસભામાંથી ચાર પર પર તમે કમળ ખીલવ્યું છે. જ્યારે કોઇ ગામમાં આગ લાગી ત્યારે બીજેપીના કાર્યકરો ખડેપગે હાજર રહ્યા હતા પરંતુ લાપત્તા સાંસદ ક્યારેય આવ્યા નથી. 15 વર્ષથી સત્તાનું સુખ ભોગવી રહ્યા છે પરંતુ ભગવાનનો વનવાસ પણ 14 વર્ષે પૂર્ણ થયો હતો તેમજ અમેઠીમાં પણ વનવાસ પૂર્ણ થશે અને 6 મે ના રોજ કમળનું બટન દબાવાશે અને 23 મે ના રોજ અમેઠીમાં દિવાળી મનાવવામાં આવશે.

દત્તક લીધેલ ગામની સંભાળ ના થઇ શકી, દેશની કમાન કેમ સંભાળશે

રાહુલજીની વાયનાડથી ઉમેદવારી પર પ્રહારો કરતા કહ્યું કે રાહુલજીએ વાયનાડથી ઉમેદવારી પત્ર ભર્યું છે પરંતુ અમેઠીના એક નેતા એ માટે ભાજપમાં સામેલ થયા કે રાહુલ ગાંધી પાકિસ્તાનનો સાથ આપે છે. કોંગ્રેસ અધ્યક્ષે મુસ્લિમ લીગનો સાથ લીધો. રાહુલ ગાંધીએ દત્તક લીધેલા ગામ જગદીશપુરના એક નેત એ કારણોસર ભાજપમાં સામેલ થયા કે રાહુલ ગાંધી પોતાનું દત્તક લીધેલું ગામ નથી સંભાળી શકતા તેઓ દેશની કમાન કેવી રીતે સંભાળશે.