Not Set/ PM Narendra Modi box office collection, Day 1: જાણો મોદી લહેરથી કેટલો થયો ફાયદો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ “પીએમ નરેન્દ્ર મોદી” શુક્રવારે રીલીઝ કરવામાં અવી છે.આ ફિલ્મ ઓમંગ કુમાર દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા નિભાવતા જોવા મળી રહ્યા છે.મળતા અહેવાલ મુજબ ફિલ્મને મોદી લહેરનો ફાયદો મળ્યો છે. ફિલ્મના પ્રથમ દિવસે કમાણી 5 કરોડ હોવાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. જો આવું […]

Top Stories Entertainment
refr 3 PM Narendra Modi box office collection, Day 1: જાણો મોદી લહેરથી કેટલો થયો ફાયદો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ “પીએમ નરેન્દ્ર મોદી” શુક્રવારે રીલીઝ કરવામાં અવી છે.આ ફિલ્મ ઓમંગ કુમાર દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા નિભાવતા જોવા મળી રહ્યા છે.મળતા અહેવાલ મુજબ ફિલ્મને મોદી લહેરનો ફાયદો મળ્યો છે. ફિલ્મના પ્રથમ દિવસે કમાણી 5 કરોડ હોવાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. જો આવું થયું તો ઘણા વર્ષો પછી વિવેક ઓબેરોયની કારકિર્દી માટે આ ફિલ્મ સારી પુરવાર થશે.

Image result for pm-narendra-modi-box-office-collection-day-1

આપને જણાવી દઈએ કે ફિલ્મને લઈને ઘણા વિવાદ થયા. તેની રીલીઝ ડેટ ઘણી વખત બદલવામાં આવી. આ ફિલ્મ પહેલા એપ્રિલમાં રિલીઝ થવાની હતી, પરંતુ વિપક્ષી વિરોધના કારણે આવું થયું શક્યું નહોતું. વિરોધ પક્ષે જણાવ્યું હતું કે આ ફિલ્મ ચૂંટણીના આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે અને આ કારણોસર ફિલ્મને ચૂંટણી સુધી પ્રતિબંધિત કરવામાં આવી હતી. આ ફિલ્મ 24 મી મે ના દિવસે રીલીઝ થઈ હતી. લોકસભાની ચૂંટણીના પરિણામોના એક દિવસ પછી રીલીઝ કરવામાં આવી. જણાવીએ કે 2019 ની બધી ચૂંટણીઓમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈતિહાસિક જીત મળેવી છે.

Image result for pm-narendra-modi-box-office-collection-day-1

અહીં જાણો શું છે ફિલ્મની સ્ટોરી?

ફિલ્મની સ્ટોરી મોદીના ચા વેચવાથી લઈને દેશસેવા સુધી અને ત્યારબાદ વડાપ્રધાન બનવા સુધીના સફરને બતાવે છે. ફિલ્મની સ્ટોરીનો ધ એન્ડ વર્ષ 2014 માં નરેન્દ્ર મોદીના પીએમ પદના શપથ લેવા પર થાય છે. ફિલ્મમાં ઝરિના બાહાવ, બરખા સેનગુપ્તા, બોમન ઇરાની, મનોજ જોશી અને રાજેન્દ્ર ગુપ્તા જેવા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. વિવેક ઓબેરોયની ફિલ્મને ક્રિકેટર્સ તરફથી કોઈ ખાસ પ્રતિભાવ મળ્યો નથી.

બોક્સ ઓફિસ ફિલ્મની ટક્કર અર્જુન કપૂરની ફિલ્મ “ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ”થી છે. જો કે, પીએમ નરેન્દ્ર મોદી પાવરમાં જોવા મળી રહી છે.