નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મહત્વનો Historical Decision નિર્ણય કરતાં જાહેરાત કરી છે કે સરકારી નોકરીઓ માટે સ્ટાફ સિલેકશન કમિશન (એસએસસી) દ્વારા આયોજિત કરવામાં આવતી ભરતી પરીક્ષા 15 ભાષામાં લેવામાં આવશે, જેથી દેશનો કોઈપણ યુવાન ભાષાકીય જાણકારીના અભાવે નોકરીથી વંચિત રહી ન જાય. આમ હવે સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા હિન્દી અને અંગ્રેજી Historical Decision ઉપરાંત દેશની 13 પ્રાદેશિક ભાષાઓમાં સરકારી નોકરી માટે પરીક્ષા લેવામાં આવતા દેશના હિન્દી અને અંગ્રેજી ન જાણતા યુવાનોને પણ પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે.
કેન્દ્ર સરકારના આ નિર્ણય પાછળનો હેતુ પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન કરવાનો છે. કેન્દ્ર માને છે કે પારસ્પરિક સમન્વયથી જ વિકાસ સાધી શકાય છે. તેથી હિન્દી ભાષાનો જો વિકાસ કરવો હશે તો પ્રાદેશિક ભાષાઓને પણ Historical Decision પ્રોત્સાહન આપવું પડશે. કેન્દ્રનો આ ઐતિહાસિક નિર્ણય સ્થાનિક સ્તરે યુવા ભાગીદારીને પ્રોત્સાહન આપશે અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહિત કરશે. કર્મચારી, લોકફરિયાદ અને પેન્શન મંત્રાલયની 14મી હિન્દી સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર પ્રસાદે આ વાત જણાવી હતી.
પ્રશ્નપત્રો કઈ-કઈ ભાષામાં હશે
કાર્મિક રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે સવાલો હિન્દી અને અંગ્રેજી Historical Decision ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓ અસમિયા, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ, ઉડિયા, ઉર્દૂ, પંજાબી, મણિપુરી અને કોંકણીમાં પણ પૂછાશે. SSC દ્વારા આયોજિત કરાતી ભરતી પરીક્ષાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગત 9 વર્ષોથી વધુ સમયમાં સત્તાવાર ભાષા હિન્દી ઉપરાંત ભારતીય પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવામાં ઉલ્લેખનીય પ્રગતિ થઈ છે. પ્રાદેશિક ભાષાને પ્રોત્સાહન આપવાના લીધે જનભાગીદારીમાં પણ વધારો થશે.
આ પણ વાંચોઃ Survey/ જો દેશમાં આજે લોકસભા ચૂંટણી થાય તો કોણ બનાવશે સરકાર,જાણો સર્વેમાં થયો આ ખુલાસો
આ પણ વાંચોઃ નિમણૂક/ કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી ડૉ.વલ્લભ કથીરિયા રાજકોટની નવી AIIMSના બન્યા અધ્યક્ષ
આ પણ વાંચોઃ Artical 370/ રાષ્ટ્રપતિ શાસન દરમિયાન શું કેન્દ્રશાસિત પ્રદેશોને બે ભાગમાં વહેંચવા માટે સંસદ કાયદો ઘડી શકે છે?- સુપ્રીમ કોર્ટ
આ પણ વાંચોઃ Jaipur-Mumbai Train/ જયપુર-મુંબઈ ટ્રેન ગોળીબારના આરોપી RPF કોન્સ્ટેબલ ચેતન સિંહને રેલવેએ કર્યો બરતરફ
આ પણ વાંચોઃ પ્રહાર/ CM અશોક ગેહલોત ભાજપ પર ભડક્યા,રાજેશ પાયલોટનું અપમાનએ વાયુસેનાના બલિદાનનું અપમાન!
