Not Set/ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 30 હજારથી પણ ઓછા નોંધાયા કેસ

સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે ત્યારે ભારતમાં કોરોનાવાયરસનાં નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, 30,000 થી ઓછા કોવિડ-19 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસનાં 29,164 નવા કેસ નોંધાયા છે. 14 જુલાઇ પછી 1 દિવસમાં સૌથી ઓછા કેસ […]

Top Stories India

સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે ત્યારે ભારતમાં કોરોનાવાયરસનાં નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, 30,000 થી ઓછા કોવિડ-19 કેસ નોંધાયા છે.

આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસનાં 29,164 નવા કેસ નોંધાયા છે. 14 જુલાઇ પછી 1 દિવસમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. 14 જુલાઈનાં રોજ, 28,498 નવા કેસ નોંધાયા હતા. દેશમાં ચેપી કોરોનાની કુલ સંખ્યા 88,74,291 પર પહોંચી ગઇ છે. વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 449 દર્દીઓનાં મોતને કારણે મૃતકોની કુલ સંખ્યા 1,30,519 પર પહોંચી ગઈ છે.

તાજેતરનાં ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 40,791 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. દેશમાં રિકવરી દર 93.42 ટકા પર પહોંચી ગયો છે. વળી સક્રિય દર્દીઓ 5.1 ટકા છે. સક્રિય કોરોના કેસોની સંખ્યા 4,53,401 થઇ ગઇ છે. મૃત્યુ દર ઘટીને 1.47 ટકા થઈ ગયો છે જ્યારે પોઝિટિવિટી રેટ 3.45 ટકા પર આવી ગયો છે. હાલનાં સમયમાં, કોરોનાનાં નવા કેસોની તુલનામાં ઠીક દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, જે રાહતની વાત છે. અત્યાર સુધીમાં કુલ 82,90,370 દર્દીઓ ઠીક થયા છે. ટેસ્ટિંગની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 8,44,382 ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, જ્યારે અત્યાર સુધીમાં કુલ 12,65,42,907 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. ટેસ્ટિંગની બાબતમાં ભારત અન્ય દેશોની તુલનામાં ઘણા આગળ છે.