ઉત્તર પ્રદેશનાં ફતેહપુર જિલ્લાથી માનવજાતીને શરમમાં મુકે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જિલ્લાનાં છિછની ગામમાં, સગી બહેનોની આંખ ફાડીને મારી નાખવામાં આવી હતી. સામૂહિક દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા છે. બંને બહેનોનાં મૃતદેહ તળાવમાં મળ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 30 હજારથી પણ ઓછા નોંધાયા કેસ
આસોર પોલીસ સ્ટેશનનાં છિછની ગામમાં રહેતા દિલીપ સવિતાની આઠ વર્ષની પુત્રી શુભી અને 12 વર્ષીય કિરણ સોમવારે બપોરે શાકભાજી તોડવા ખેતરમાં ગઈ હતી. બંને લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ તે ક્યાંય મળી ન હોતી. જે પછી પરિવાર ખેતરો તરફ ગયો હતો પરંતુ ત્યાં બંને મળી શક્યા ન હોતા. દરમિયાન જંગલથી પરત આવતા ગ્રામજનોએ બંને બહેનોનાં મૃતદેહને ગામની બહાર આવેલી નદીની બહાર તળાવમાં જોતા પરિવારજનોને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ પહોંચેલા સબંધીઓએ ગામલોકોની મદદથી બંનેને બહાર કાઠ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં બંનેનું મોત નીપજ્યું હતું.
78 વર્ષીય પુરુષે 17 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, થોડા સમય બાદ યુવતીએ કર્યુ એવુ કે થયા છૂટાછેડા
પ્રત્યક્ષદર્શીઓનાં જણાવ્યા અનુસાર બંને યુવતીનાં પગ બાંધવામાં આવ્યા હતા અને બંને યુવતીની આંખો ફોડી દેવામાં આવી હતી. જે બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઇ હતી. બનાવની બાતમી મળતા પોલીસ દળ રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લાશને કબજે લઇ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. ગામલોકો બહેનો સાથે સામૂહિક દુષ્કર્મની અપેક્ષા રાખી રહ્યા છે, જો કે એસપી પ્રશાંત વર્મા કહે છે કે બંને છોકરીઓનું સિંઘોડા તોડતા સમયે પાણીમાં ડૂબી ગઇ હતી. તેમની આંખમાં હળવી ઇજા દેખાઇ આવે છે. હત્યા જેવી કોઈ વાત નથી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, જે કેસની પુષ્ટિ કરશે.
