Mumbai News/ 92 વર્ષની Asha Bhosle ને હાર્ટ એટેક, મુંબઈની હોસ્પિટલમાં દાખલ

આશા ભોસલે(Asha Bhosle)નાં જીવનમાં અનેક પડકારો આવ્યા હતા

Top Stories India
બોલિવૂડની દિગ્ગજ ગાયિકા Asha Bhosle ને શનિવારે હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી મળી છે

Mumbai News : બોલિવૂડની દિગ્ગજ ગાયિકા Asha Bhosle ને શનિવારે હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી મળી છે. તેમને મુંબઈની Breach Candy Hospital ના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોકટરોની ટીમ તેમની સતત દેખરેખ રાખી રહી છે. જોકે તેમની તબિયત અંગે હોસ્પિટલ અથવા પરિવાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આશા ભોસલેએ પોતાનો 92મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓએ તેમના કરિયરમાં 12,000થી વધુ ગીતો ગાઈને સંગીત જગતમાં અનોખી ઓળખ બનાવી છે. રોમેન્ટિક ગીતોથી લઈને ગઝલ, કેબરે અને શાસ્ત્રીય સંગીત સુધી—દરેક શૈલીમાં તેમણે પોતાની અવાજની છાપ છોડી છે.

આશા ભોસલે(Asha Bhosle)નાં જીવનમાં અનેક પડકારો આવ્યા હતા. માત્ર 9 વર્ષની ઉંમરે પિતા Deenanath Mangeshkar નું અવસાન થતાં તેમણે મોટી બહેન Lata Mangeshkar સાથે મળીને પરિવારની જવાબદારી સંભાળી. 16 વર્ષની ઉંમરે તેમણે પરિવારના વિરોધ છતાં ગણપતરાવ ભોંસલે સાથે લગ્ન કર્યા, પરંતુ આ સંબંધ સફળ રહ્યો નહોતો અને તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

પછી 1980માં તેમણે જાણીતા સંગીતકાર R. D. Burman સાથે લગ્ન કર્યા. બંનેની મિત્રતા ફિલ્મ તીસરી મંઝિલ દરમિયાન શરૂ થઈ હતી, જે પછી પ્રેમમાં બદલાઈ.

આશા ભોસલેએ પોતાના કારકિર્દીમાં O. P. Nayyar, Khayyam અને Bappi Lahiri જેવા સંગીતકારો સાથે કામ કરીને અનેક સદાબહાર ગીતો આપ્યા છે.

એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેમના અવાજને નકારીને તેમને સ્ટુડિયોમાંથી બહાર મોકલવામાં આવ્યા હતા, પરંતુ પોતાની મહેનત અને પ્રતિભાથી તેમણે ફરી મજબૂત વાપસી કરી અને આજે પણ તેમની અવાજની મીઠાશ લોકોના દિલ પર રાજ કરે છે.

હાલમાં તેમના સ્વાસ્થ્ય અંગે ચાહકો ચિંતિત છે અને તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.


આ પણ વાંચો : આશા ભોંસલેને હિમેશ રેશમિયા પર ગુસ્સો આવ્યો, મામલો આરડી બર્મન સાથે સંબંધિત

આ પણ વાંચો : અભીના જાવો છોડકર…’, આશા ભોંસલેએ ગૃહમંત્રી અમિત શાહ માટે ગાયું ખાસ ગીત

આ પણ વાંચો : લતા મંગેશકરની તબિયત બગડતા બહેન આશા ભોંસલે હોસ્પિટલ પહોચ્યા