Marathi languageનું જ્ઞાન ન હોવાના મુદ્દે વિરોધ
મહારાષ્ટ્રમાં ઓટો-ટેક્સી (Auto-taxi)અને અન્ય જાહેર વાહન ચાલકો માટે મરાઠી ભાષાનું કાર્યકારી જ્ઞાન હોવા અંગેની કાર્યવાહી છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. અહેવાલ મુજબ, તપાસ દરમિયાન કેટલાક મરાઠી ન બોલતા ચાલકોને નોટિસ આપવામાં આવી રહી છે અને નિયમનું પાલન ન થવા પર આગળની કાર્યવાહી થઈ શકે છે. આ મુદ્દે સ્થળાંતરિત ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.
ચાલકોનો આક્ષેપ- સતત સતામણી કરવામાં આવે છે
વિરોધ (Protest)કરી રહેલા કેટલાક ચાલકો (Auto-Taxi Drivers)એ દાવો કર્યો હતો કે તેમને વારંવાર રોકીને મરાઠી ભાષા શીખવા માટે દબાણ કરવામાં આવે છે. તેમના મતે ભાષાના મુદ્દાને કારણે તેમની રોજીરોટી પર અસર પડી રહી છે. વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં મરાઠી ન બોલતા ચાલકો એકઠા થયા હતા અને તેમણે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. કાંદિવલીના લાલજીપાડા નજીક કાંદિવલી લિંક રોડ પર ચાલકોએ રસ્તા રોકીને વિરોધ કર્યો હતો. સોમવારના વ્યસ્ત સમયમાં વિરોધ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
