Visavadar: ગુજરાતની સ્કૂલોમાં લગભગ ક્યાંય ન થયું હોય તેવું બાળકો દ્વારા વિસાવદરના શ્રી સરદાર પટેલ વિદ્યામંદિર – કાલસારી ,માં આજ રોજ સંસ્થાના પ્રમુખ ભરતભાઈ અમીપરા તેમજ આચાર્યશ્રી ઝાલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ એક અનોખા અને સ્વાદિષ્ટ ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ (પારંપરિક ભોજન મહોત્સવ )ની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને આપણા પારંપરિક ખોરાકની મહત્તા અને સ્વાદથી પરિચિત કરાવવાનો અને દીકરી ત્રણ ઘર તારે એ કહેવતના ઉદ્દેશ ને સાર્થક કરવાનો હતો.
મુખ્ય આકર્ષણમાં બાજરાનો રોટલો અને રીંગણનો ઓળો બનાવવા ની સ્પર્ધા હતી. ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ શાળાના ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્વાદિષ્ટ ભોજન હતું. વિદ્યાર્થીઓએ પરંપરાગત વાનગીઓ પ્રત્યે પોતાનો પ્રેમ અને જ્ઞાન દર્શાવતા, ગુજરાતની આગવી ઓળખ સમાન ગરમાગરમ બાજરાના રોટલા અને તેની સાથે ગામઠી શૈલીમાં તૈયાર કરેલા લાજવાબ રીંગણના ઓળો ની વાનગી પીરસી હતી. જે વિદ્યાર્થી દીકરી અને દીકરાઓએ જાતે મહેનત કરીને આ વાનગીઓ તૈયાર કરી હતી, જેણે અધિકારી મહેમાનો અને શિક્ષકોના દિલ જીતી લીધા હતા.
આ ખાસ કાર્યક્રમમાં શાળાના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી, શિક્ષકગણ, મહેમાનો અને તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ સાથે બેસીને આ દેશી અને પૌષ્ટિક ભોજન રૂપી પ્રસાદનો આનંદ માણ્યો હતો. મહેમાનો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓની આ અદ્ભુત પહેલ અને રસોઈ કૌશલ્યના ખૂબ વખાણ કર્યા હતા.
આ પ્રસંગે વાતાવરણ એકદમ ઉમંગભર્યું અને આનંદમય બની ગયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મહેમાનોમાં જુનાગઢ જિલ્લા લેન્ડ રેકોર્ડ અધિકારી શ્રી એ. એ. ઝાલા સાહેબ , વિસાવદર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.પટેલ સાહેબ , વિસાવદર નાયબ મામલતદાર સાહેબ એમ.એચ.ભાષા સાહેબ , વિસાવદર બી.આર.સી. અધિકારી ધર્મેશભાઈ સેલારકા હાજર રહ્યા હતા.
વિસાવદર સી.આર.સી અધિકારીશ્રી રજનીકાંતભાઈ માથુકિયા , વિસાવદર પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ કોહર ,સામાજિક અને રાજકીય કોંગ્રેસ અગ્રણી – મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટ ઈનચાર્જ પ્રજ્ઞાબેન વિરડિયા ,જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અને પ્રવક્તા ભરતભાઈ વીરડીયા તેમજ શાળાના પ્રમુખ ભરતભાઈ અમીપરા , ટ્રસ્ટીશ્રી શંભુભાઈ ઢોલરીયા , ટ્રસ્ટીશ્રી કાળુભાઈ ભાયાણી , ટ્રસ્ટીહિતેશભાઈ હિરપરા હજાર રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી ઝાલા સાહેબ શિક્ષકશ્રીઓમાં ટાંક સાહેબ, પડસાળા સાહેબ, કુંભાણી સાહેબ, નુતનબેન કોરાટ, અલ્પાબેન વાછાણી, જલ્પાબેન વાઘમશી અને વિપુલભાઈ ગોંધિયા અને રસોઈ ના માર્ગદર્શક શ્રી પ્રવીણભાઈ અમીપરા એ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો: “વિસાવદરના કાલસારી ગામમાં ખરાબ રોડના ખાડાઓથી ખેડૂતનું ટ્રેક્ટર પલટી જતાં થયા પગના બે કટકા”
આ પણ વાંચો: વિસાવદરમાં ભાજપને ન મળ્યું ‘પાદર’

