By Election/ વિસાવદરમાં ભાજપને ન મળ્યું ‘પાદર’

કડી વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) તરફથી ઉમેદવારો જાહેર કર્યા બાદ પ્રજાએ પોતાના નેતાને ચૂંટી લીધા છે.

Top Stories Gujarat

Gujarat By-Election Result: ગુજરાતમાં આજે બે વિધાનસભા મતક્ષેત્રની પેટાચૂંટણીનું આજે પરિણામ છે. કડી (Kadi)માં ભાજપ, વિસાવદર (Visavadar)માં આપ જીત તરફ સતત આગળ વધી રહ્યાં છે. ભાજપે કડીમાં બેઠક જાળવી રાખી છે, તો વિસાવદરમાં કમળ ખીલી શક્યું નથી. વિસાવદરમાં ખાતુ ખોલાવી ન શકતા ભાજપના કેટલાક લોકોને કપરાં ચઢાણ ચઢવા પડશે તેમ જણાઈ રહ્યું છે.

કડી વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) તરફથી ઉમેદવારો જાહેર કર્યા બાદ પ્રજાએ પોતાના નેતાને ચૂંટી લીધા છે. ત્રિપાંખિયા જંગમાં ભાજપે કડીમાં અને આપએ વિસાવદરમાં પ્રજાનો મિજાજ માપી લીધો હોવાનું જણાઈ રહ્યું છે.  આપ તો સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક પર ગોપાલ ઇટાલિયાને ઉતારીને પાટીદાર કાર્ડ પર પોતાનું નસીબ અજમાવ્યું છે.  રાજકીય નિષ્ણાતોનાં મતે વિસાવદરમાં ભાજપની કારમી હારથી કેટલાય નેતાઓનાં અસ્તિત્વ પર સવાલ ઊભા થયા છે. વિસાવદરમાં આપની જીતથી 5નાં બદલે હવે ગુજરાતમાં 6 બેઠકો થઈ છે.

કડીની જીત સુનિશ્ચિત કરવામાં નીતિન પટેલે ખૂબ સારું કામ કર્યું. પરંતુ વિસાવદરમાં રાદડિયા અને કિરીટ પટેલનો ખેલ નિષ્ફળ ગયો. કારણ કે, બંનેએ આયાતી ઉમેદવારો હર્ષદ રિબડિયા અને ભૂપત ભાયાણીને બાજુ પર રાખીને મોટો જુગાર રમ્યો હતો. આ જુગાર બંને માટે મોંઘો સાબિત થયો. એવી ચર્ચા હતી કે જો ભાજપ વિસાવદરમાં જીતે છે, તો જયેશ રાદડિયાનું મંત્રી પદ નિશ્ચિત થઈ જશે, પરંતુ રાદડિયા આ કસોટીમાં નિષ્ફળ ગયા. વિસાવદર બેઠક પર ભાજપની જીત સુનિશ્ચિત કરવાની જવાબદારી ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને સોંપવામાં આવી હતી.

ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે એક જાહેર સભામાં તો એમ પણ કહ્યું હતું કે જો તમે મને જીતાડો છો, તો રાદડિયા મંત્રી બનશે. પરંતુ જો રાદડિયા મંત્રી બનશે, તો મંત્રી નહીં બનનારાઓની યાદી ખૂબ લાંબી છે. વિસાવદરની ચૂંટણીને જયેશ રાદડિયા માટે લિટમસ ટેસ્ટ કહેવામાં આવી રહી હતી. કારણ કે, આ બેઠક પર જીત સુનિશ્ચિત કરવાની જવાબદારી રાદડિયા પર હતી. તે સમયે, એવી ઘણી ચર્ચા હતી કે ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણમાં રાદડિયા માટે વિસાવદરની ચૂંટણી નિર્ણાયક ભૂમિકા ભજવશે. પરંતુ હવે આ બધું વ્યર્થ ગયું છે. રાદડિયાની છબી ભાજપમાં પણ વિક્ષેપકારક નેતાની છે. રાદડિયાએ ઇફ્કોમાં પણ પક્ષ વિરુદ્ધ જઈને જીત મેળવી હતી. પરંતુ વિસાવદરમાં તે ચાલ કામ ન આવી અને ભાજપ હાર તરફ આગળ વધ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની પેટાચૂંટણીઃ વિસાવદરમાં પાટીદાર કાર્ડ તો કડીમાં હુકમનો એક્કો કોણ!

આ પણ વાંચો:કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરમાં કિરીટ પટેલ

આ પણ વાંચો:રાજ્યમાં મનપા-નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભગવાનો જાદુ જળવાયો