Gujarat byelection/ કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરમાં કિરીટ પટેલ

ભાજપે કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. કડીમાં ભાજપે કોંગ્રેસના રમેશ ચાવડાની સામે રાજેન્દ્ર ચાવડાને ઉતાર્યા છે તો વિસાવદરમાં કિરીટ પટેલને ઉતાર્યા છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News

Gandhinagar News: ભાજપે કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. કડીમાં ભાજપે કોંગ્રેસના રમેશ ચાવડાની સામે રાજેન્દ્ર ચાવડાને ઉતાર્યા છે તો વિસાવદરમાં કિરીટ પટેલને ઉતાર્યા છે. બંને બેઠકો પર 19મી જુનના રોજ પેટાચૂંટણી યોજાવવાની છે. તેનું પરિણામ 23મી જુનના રોજ આવશે.

આ પહેલા કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. રમેશ ચાવડાએ 2012ની વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા હિતુ કનોડિયાને હરાવ્યા હતા. જોકે, 2017ની ચૂંટણીમાં તેઓ કરસન સોલંકી સામે હારી ગયા હતા.

રમેશ ચાવડા સ્થાનિક રાજકારણમાં મજબૂત પકડ ધરાવે છે. તેમના પત્ની હાલમાં કડી નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યા છે. પેટાચૂંટણીની જાહેરાત થતાં જ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કડીના જાહેર ઉમેદવાર અગાઉ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. કડી કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર ચાવડા રમેશભાઈ મગનભાઈ, પૂર્વ ધારાસભ્ય. તેઓ રોહિતવાસ, નવરામી ચોક, કડી પર્વત ખાતે રહે છે. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. એલ.એલ.બી. વ્યવસાય તેઓ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને કોંગ્રેસ પાર્ટીના સક્રિય નેતા છે.

કડી વિધાનસભા ઇતિહાસ
1990 થી 2022 સુધી કડી વિધાનસભા મતવિસ્તારમાં ૮ ચૂંટણીઓ યોજાઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર છ વખત અને કોંગ્રેસના ઉમેદવાર બે વખત જીત્યા છે. વર્તમાન ધારાસભ્ય કરશન સોલંકીના અવસાન બાદ અહીં પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે.

ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કરનસ સોલંકીનું નિધન થવાથી કડીની બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર ભાજપે કોંગ્રેસને જ્ઞાતિગત સમીકરણોના ધોરણે ટક્કર આપવા રાજેન્દ્ર ચાવડાને ઉતાર્યા છે. જ્યારે વિસાવદરમાં ભાજપે ભૂપત ભાયાણીને ટિકિટ ન આપતા આશ્ચર્ય થયું છે. અહીં કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ સંજોગોમાં ભવિષ્યમાં પક્ષ પલટો કરનારાએ ચેતવાનો સમય છે. જો તેઓ વધુ લાભ મેળવવા એ જ બેઠક પર ફરીથી ચૂંટાઈ આવવા મેદાનમાં ઉતરતા હોય તો તેમની આશા ઠગારી નીવડી શકે છે. ભૂપત ભાયાણી માટે આ નિર્ણય મોટો આંચકો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતની પેટાચૂંટણીઃ વિસાવદરમાં પાટીદાર કાર્ડ તો કડીમાં હુકમનો એક્કો કોણ!

આ પણ વાંચો: કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ

આ પણ વાંચો: વિસાવદર પેટાચૂંટણીમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એન્ટ્રી, પૂર્વ CM શંકરસિંહ વાઘેલા પણ