Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકિનારે (Kodinar Sea Accident) એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. દરિયામાં નહાવા ગયેલા પાંચ કિશોરો અચાનક ઊંડા પાણી અને તેજ પ્રવાહમાં ફસાઈ ગયા હતા. આ ઘટનામાં બે કિશોરોના મોત થયા છે, જ્યારે ત્રણ કિશોરોને સ્થાનિક માછીમારોની બહાદુરીથી સલામત બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે છારા ગામ સહિત સમગ્ર કોડીનાર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
દરિયામાં નહાવા ગયેલા પાંચ મિત્રો મુશ્કેલીમાં ફસાયા
મળતી માહિતી મુજબ, છારા ગામના પાંચ મિત્રો દરિયા (Kodinar Sea Accident)માં નહાવા માટે ગયા હતા. દરમિયાન દરિયાના મોજાં અને તેજ કરંટના કારણે કેટલાક કિશોરો ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા.
આ સમયે બે કિશોરો ડૂબવા લાગ્યા હતા. તેમને બચાવવા માટે તેમના ત્રણ મિત્રો પણ તરત જ દરિયામાં ઉતરી ગયા હતા, પરંતુ બચાવનો પ્રયાસ કરતા તેઓ પણ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં દરિયાકિનારે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
Kodinar Sea Accident: માછીમારોએ જીવના જોખમે ત્રણ કિશોરોને બચાવ્યા
ઘટનાસ્થળ નજીક હાજર રહેલા સ્થાનિક માછીમારોએ સમયસૂચકતા અને હિંમત દાખવી હતી. માછીમારોએ તરત જ દરિયા (Kodinar Sea Accident)માં ઝંપલાવીને બચાવ કામગીરી શરૂ કરી હતી.ભારે જહેમત બાદ ત્રણ કિશોરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. માછીમારોની બહાદુરીના કારણે ત્રણ પરિવારોએ પોતાના બાળકોને ફરી જોઈ શક્યા હતા.
નેવી, કોસ્ટ ગાર્ડ અને NDRF દ્વારા શોધખોળ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લાપતા થયેલા બે કિશોરોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.નેવી, કોસ્ટ ગાર્ડ અને NDRFની ટીમોએ દરિયામાં સઘન શોધખોળ શરૂ કરી હતી. લાંબી શોધખોળ બાદ બે કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. શોધખોળ દરમિયાન ભાવેશ ચુડાસમાનો મૃતદેહ મંગળવારે મળી આવ્યો હતો, જ્યારે નિર્મલ હમીરભાઈ ચુડાસમાનો મૃતદેહ બુધવારે સવારે શાપુરજી કંપનીની જેટી નજીકના વિસ્તારમાંથી મળી આવ્યો હતો.પોલીસે બંને મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
સમગ્ર પંથકમાં શોકની લાગણી
બે કિશોરોના મોતના સમાચાર મળતા જ છારા ગામ અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.આ ઘટનાએ દરિયા (Kodinar Sea Accident)માં નહાવા જતા લોકોની સુરક્ષા અને સાવચેતી અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો:ગીર સોમનાથના છારા દરિયાકાંઠે કરુણ ઘટના: ન્હાવા પડેલા પાંચ કિશોરો ડૂબ્યા, ત્રણનો બચાવ; બે લાપતા
આ પણ વાંચો:હળવદ પાસે નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા તમિલનાડુના બે કિશોરો ડૂબ્યા, પરિવારમાં માતમ
