Junagadh News: ગુજરાતમાં પેટાચૂંટણી (By election) જાહેર થાય તે પહેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી (Prajashkti Democratic Party) પોતાનો ઉમેદવાર ઊભો રાખશે, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) પણ ચૂંટણીમાં ઝંપલાવશે તેમ જાણવા મળી રહ્યું છે.
જૂનાગઢ વિસાવદર (Visavadar) વિધાનસભાની પેટા ચૂંટણી (By election) ની તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થાય તે પહેલાં જ તમામ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને કોંગ્રેસ જે સ્વતંત્ર રીતે પણ ચૂંટણી લડવા માંગે છે, તેણે ભાવેશભાઈ ત્રાપસિયા, ચંદ્રિકાબેન વડોદરિયા અને ભરત વિરડિયાના નામ પોતાના ઉમેદવાર તરીકે મોકલ્યા છે. ચૂંટણીની જાહેરાત પછી ભાજપ પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરશે તેવી ચર્ચા ચાલી રહી છે.
પરંતુ આ વખતે ચૂંટણી જંગ ખૂબ જ ખાસ રહેવાની શક્યતાઓ જણાઈ રહી છે. કારણ કે પ્રજા શક્તિ લોકતાંત્રિક પાર્ટીના રાજકીય વડા અને સ્થાપક શંકરસિંહ વાઘેલા પણ વિસાવદર વિધાનસભામાં પોતાના પક્ષના ઉમેદવારને મેદાનમાં ઉતારવાના છે. જાણવા મળ્યું છે કે પાર્ટીના સ્થાપક પ્રમુખ શંકરસિંહ વાઘેલા દ્વારા 22 એપ્રિલના રોજ સવારે 9:30 વાગ્યે વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવશે.
આજે વિસાવદરમાં સુંદરબા બાગ હોલમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ચૂંટણીમાં ઝંપલાવશે તેમજ પક્ષ માટે ઉમેદવાર ઊભો રાખશે તેમ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. હાલ ગુજરાતમાં દરેક પક્ષ પેટાચૂંટણી માટે પોતાનો ઉમેદવાર ઊભો રાખવાની હોડમાં છે ત્યારે ચૂંટણી જંગ પર સૌની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે 2 જુલાઈ, 2025નાં રોજ ગુજરાત હાઈકોર્ટ પેન્ડિંગ ચૂંટણી અરજીની બાબતે શું નિર્ણય લે છે, ઈલેક્શન કમિશન ચૂંટણી જાહેર કરશે કે નહીં તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો:વિસાવદર-કડી પેટાચૂંટણી: AAPને ઝાટકો, કોંગ્રેસ ઉતારશે ઉમેદવાર
આ પણ વાંચો:પેટાચૂંટણીમાં જીતેલા ભાજપના ધારાસભ્યો આજે શપથ લેશે, ભાજપ અભિનંદન આપશે
આ પણ વાંચો:વિસાવદર અને કડીની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન નહીં
