Junagadh News: કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરી છે. વિસાવદર અને કડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે. ગુજરાતમાં AAP સાથે કોંગ્રેસનું ગઠબંધન નહીં. પેટા ચૂંટણીની બંને બેઠક કોંગ્રેસ એકલા હાથે લડશે.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે પેટાચૂંટણી માટે પોતાનો ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. અગાઉ કોંગ્રેસ-આપનું ગઠબંધન હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યું હતું. ત્યારે કોંગ્રેસ વિસાવદર અને કડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં AAP સાથે કોંગ્રેસનું ગઠબંધન નહીં કરે તેવું નિવેદન આપ્યું હતું. ગઠબંધનનો કેટલોક ધર્મ હોય છે. કેન્દ્રમાં ગઠબંધન છે અને રહેશે. ગુજરાતમાં નિર્ણય અંગે સ્વતંત્રતા આપી છે. ભરૂચ અને ભાવનગર અમે છોડ્યું હતું. ભૂતકાળના ઇતિહાસ પછી સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની જનતા ત્રીજી પાર્ટીને મત આપતી નથી. પેટા ચૂંટણીની બંને બેઠક કોંગ્રેસ એકલા હાથે લડશે તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીને આમ આદમી પાર્ટીએ નુકસાન કર્યું હતું. વિસાવદર અને કડી બેઠક પર ત્રિપાંખિયો જંગ નક્કી થઈ ગયો છે. AAP પાર્ટી વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
કેટલાક રાજકીય નિષ્ણાતો કહે છે કે વિસાવદરમાં AAPની દાળ ખાસ ગળતી નથી ત્યારે ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારીને પક્ષે મોટો જુગાર ખેલી નાખ્યો છે. અહીં સફળતા મળશે તો તે પક્ષની કહેવાશે અને ગેનીબેન ઠાકોરની જેમ ગોપાલ ઇટાલિયાની પણ રાજકીય કારકિર્દી બનશે. જ્યારે નિષ્ફળ જશે તો ઇસુદાન ગઢવીની જેમ જ ગોપાલની રાજકીય કારકિર્દી સીમિત થઈ જશે. વિસાવદરની બેઠક આમ પણ સામાપ્રવાહના પરિણામ આપવા માટે જાણીતી છે અને ભૂતકાળમાં પણ તે અકલ્પનીય પરિણામ આપી ચૂકી છે. AAPએ તેથી જ અહીં ગોપાલ ઇટાલિયા પર મોટો જુગાર ખેલ્યો છે.
આ પણ વાંચો:વિસાવદરની પેટાચૂંટણી વખતે જ ગાજશે નગરપાલિકાનો ભ્રષ્ટાચાર !
આ પણ વાંચો:વિસાવદર પેટાચૂંટણીઃ AAP ગોપાલ ઇટાલિયાને ઉતારી લાવ્યું રાજકીય ગરમાવો !
આ પણ વાંચો:વાવ પેટાચૂંટણી પહેલા માવજી પટેલ સહિત અનેક નેતાઓ ભાજપમાંથી બરખાસ્ત
