Ahmedabad News/ અમદાવાદમાં પ્રેમ સંબંધને લજવતો કિસ્સો, મિત્રએ યુવતી સાથે દુષ્કર્મ કરી પૈસા પડાવ્યાં

અમદાવાદ શહેરમાં પ્રેમ સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. મિત્ર સાથે પ્રેમ સંબંધ બાંધવો યુવતીને ભારે પડ્યો છે. અમદાવાદનાં નારોલમાં ન્યૂડ વીડિયો વાયરલ કરવાની

Gujarat Ahmedabad

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)નાં નારોલ (Narol) વિસ્તારમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. યુવતીને મિત્ર સાથે પ્રેમ સંબંધ (Love Relation) રાખવો ભારે પડ્યો છે. ન્યૂડ વીડિયો વાયરલ (Video Viral) કરવાની ધમકી આપી મેરેજ બ્યૂરોમાં જબરજસ્તી લગ્ન કર્યા હતા. યુવતીને ત્રાસ આપતા નારોલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં પ્રેમ સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. મિત્ર સાથે પ્રેમ સંબંધ બાંધવો યુવતીને ભારે પડ્યો છે. અમદાવાદનાં નારોલમાં ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવકે દુષ્કર્મ (Rape) ગુજાર્યુ હતું. ફરવા ગયા તે સમયના ફોટો વાયરલ કરવાની ધમકી આપી  મેરેજ બ્યુરોમાં જઈ યુવતી સાથે જબરજસ્તી લગ્ન કર્યા હતા.  સોશિયલ મીડિયામાં પીડિત યુવતીએ યુવકને બ્લોક કરતા ફોટો વાયરલ કર્યા હતા. યુવતી પાસેથી 20 હજાર પડાવી ફોટો વીડિયો ડિલીટ કર્યા હતા. યુવતીની બહેનને પણ સોશિયલ મીડિયામાં મેસેજ કરી યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. નારોલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અગાઉ ભાવનગર (Bhavnagar) જિલ્લાના પાલિતાણા (Palitana)ના રાણપરડા ગામમાં એક યુવતીને પ્રેમ કરવો ભારે પડ્યો હતો. પ્રેમ સંબંધ બદલ પરિવારના મોભીઓએ જ હત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું છે.પાલિતાણાનાં રાણપરડા ગામમાં રહેતી 19 વર્ષની યુવતીની તેના પિતા અને કાકા દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. છોકરીને બીજી જાતિના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જેના કારણે છોકરીના પિતા અને કાકાએ તેની હત્યા કરી દીધી. તેઓએ છોકરીનું ગળું દબાવીને હત્યા કરી અને તેના પરિવારને જાણ કર્યા વિના તેના અગ્નિસંસ્કાર કર્યા. જે બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હત્યાની આ ઘટના 7 માર્ચે બની હતી અને યુવતીનો નાનો ભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યા કેસમાં દીપક ધીરુભાઈ રાઠોડ અને ભાવસંગ ઉર્ફે લાલજી ધીરુ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં દીકરીના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ! પિતા અને કાકાએ કરી હત્યા

આ પણ વાંચો:પ્રેમ સંબંધો પાછળ પુરુષો કેમ પૈસા વધુ ખર્ચે છે? કેમ લાગેલું છે ‘બેવફા’નું ટાઈટલ

આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં તબીબ મહિલાના મોતથી ખળભળાટ, મૃતક મહિલા અને P.I. વચ્ચે પ્રેમ સંબંધ…