Bhavnagar News: ભાવનગર (Bhavnagar)માં એક છોકરીને તેના જ પરિવારના સભ્યોએ પ્રેમ સંબંધ હોવાને કારણે હત્યા (Murder) કરી દેતાં ચકચાર મચી ગઈ હતી. પ્રેમ સંબંધના કારણે દીકરીના પિતા અને તેના કાકાએ જ આ કૃત્ય કર્યુ હોવાનું સામે આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના પાલિતાણા (Palitana)ના રાણપરડા ગામમાં એક યુવતીને પ્રેમ કરવો ભારે પડ્યો હતો. પ્રેમ સંબંધ બદલ પરિવારના મોભીઓએ જ હત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું છે.પાલિતાણાનાં રાણપરડા ગામમાં રહેતી 19 વર્ષની યુવતીની તેના પિતા અને કાકા દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. છોકરીને બીજી જાતિના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જેના કારણે છોકરીના પિતા અને કાકાએ તેની હત્યા કરી દીધી. તેઓએ છોકરીનું ગળું દબાવીને હત્યા કરી અને તેના પરિવારને જાણ કર્યા વિના તેના અગ્નિસંસ્કાર કર્યા. જે બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હત્યાની આ ઘટના 7 માર્ચે બની હતી અને યુવતીનો નાનો ભાઈ આજે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યા કેસમાં દીપક ધીરુભાઈ રાઠોડ અને ભાવસંગ ઉર્ફે લાલજી ધીરુ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
રાજકોટમાં ઉપલેટા (Upleta) તાલુકામાં આવેલા રેલનગર વિસ્તારમાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. રાજેન્દ્ર રાઠોડની પરિણીત પુત્રી સાથે આસિફ ઈકબાલ સોરા નામના યુવકને પ્રેમ થયો હતો. ઉપલેટાનો રહેવાસી મૃતક આસિફ પ્રેમિકાને મળવા આવ્યો હતો, ત્યારે પિતા રાજેન્દ્ર ઘરમાં બંનેને જોઈ જતા આસિફ પર હુમલો કર્યો હતો. રાજેન્દ્રએ છરી વડે હુમલો કરતા આસિફ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આસિફને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આસિફ સોરાનું મોત નિપજતાં ચકચાર મચી ગઈ હતી.
આ પણ વાંચો:આણંદના વિદ્યાનગરમાં પ્રેમ પ્રકરણ મામલે જૂથ અથડામણ
આ પણ વાંચો:જૂનાગઢના ભેંસાણમાં પ્રેમ પ્રકરણમાં થઈ હત્યા
આ પણ વાંચો:ખેડાના માતરમાં પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા