રાજકોટમાં કોરોનાના કેસની ફરીથી એ જ ગતિ જોવા મળી રહી છે. આજે ફરી એક વખત 24 કલાકમાં 69 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 57 દર્દીના મોત થયા હતા. જે પૈકી 23 દર્દીના કોરોનામાં મોત થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું હતું. શહેરમાં આજે બપોર સુધીમાં 149 કેસ નોંધાયા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 33674 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4075 દર્દી સારવાર હેઠળ છે. જયારે 726 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જરૂર ન હોવા છતા માંગ કરતી 14 હોસ્પિટલના ઓક્સિજન સપ્લાયમાંથી વહીવટી તંત્રએ નામ કટ કર્યા છે.

તા. 30/04/2021 ના કુલ ટેસ્ટ :- 7142
કુલ પોઝિટિવ :- 621
પોઝિટીવ રેઈટ :- 8.69 %
કુલ ડીસ્ચાર્જ :- 726
આજે બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 149
કુલ પોઝિટિવ કેસ :- 33674
કુલ ડિસ્ચાર્જ : 29277
રિકવરી રેઈટ : 87.32 %
કુલ ટેસ્ટ :- 997335
Ø પોઝિટિવિટી રેઈટ :- 3.36 %
બપોરે 01:00 વાગ્યા સુધીમાં કુલ 8362 લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટ શહેરમાં આજે તા. 01/05/2021 ના રોજ બપોરે 01:00 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 8362 નાગરિકોએ રસી લીધી. તમામ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી વેકસીન લીધી હતી.
કોરોનાને પરાસ્ત કરવા રાજકોટ પ્લાઝ્મા ડોનર્સ ગ્રુપનું અનોખું આયોજન
કોરોના ની મહામારી માં છેલ્લા 11 મહિના થયા સતત પ્લાઝ્મા ડોનેશન ની નિઃશુલ્ક પ્રવૃત્તિ માં સંકળાયેલ રાજકોટ પ્લાઝ્મા ગ્રુપ એક અનોખો પ્લાઝ્મા ડોનેશન કેમ્પ યોજી રહ્યો છે.ધારાસભ્ય લલિતભાઈ કગથરા ના પુત્ર વિશાલ કગથરા ની સ્મૃતિ માં દેશ ના સૌપ્રથમ પ્લાઝ્મા ડોનેશન કેમ્પ નું આયોજન થઈ રહ્યું છે.
ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને તેમના પુત્ર રવિભાઈ કગથરા જહેમત ઉઠાવી રહ્યા છે.આપ કોરોનાગ્રસ્ત થઈ સ્વસ્થ થઈ ગયા છો, તો આપ પણ જોડાઈ શકો છો.પ્લાઝ્મા થેરાપી ની મદદ થી બીજા કોરોનાગ્રસ્ત દર્દીઓ ના જીવ બચાવવા આગળ આવવા દરેક પૂર્વ કોરોનાગ્રસ્ત દર્દીઓ ને નમ્ર વિનંતી છે.
તા.૦૫/૦૫/૨૦૨૧ ને બુધવાર ના રોજ આ કેમ્પ નું આયોજન છે,જેમાં જોડાવા “રાજકોટ પ્લાઝ્મા ડોનર્સ ગ્રુપ” ના હિતેન પારેખ7575075759,મનોજભાઈ રાણપરા9228307660,મિલાપ શેઠ9099098190 કોઈપણ નમ્બર પર આપ રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

