પાકિસ્તાનની ગરીબીની અસર હવે દરેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે. પાકિસ્તાન સંસદની ઉડ્ડયન પરની સ્થાયી સમિતિને ગુરુવારે માહિતી આપવામાં આવી હતી કે તાજેતરના ભૂતકાળમાં મોટી સંખ્યામાં પાયલટો દેશ છોડી ગયા છે. નાદાર સરકારી એરલાઈન્સ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના સીઈઓ આમિર હયાતે જણાવ્યું કે તાજેતરમાં જ 15 પાયલોટ દેશ છોડી ગયા છે. હયાતે કહ્યું કે પીઆઈએ નવા પાયલોટની ભરતી કરવા માંગે છે પરંતુ મંજૂરી મેળવવામાં અસમર્થ છે. સમિતિના અધ્યક્ષ સેનેટર હિદાયતુલ્લાએ કહ્યું કે જેઓ પાયલોટબનવાનું સપનું જુએ છે તેમનું ભવિષ્ય સંકટમાં આવી શકે છે.
141 પાયલોટના લાઇસન્સ શંકાસ્પદ
વાસ્તવમાં, પાકિસ્તાને ઘણી વિદેશી એરલાઇન કંપનીઓના ડોલર રોકી દીધા છે, તેથી હવે આ કંપનીઓ પાકિસ્તાની ગ્રાહકોને ડોલરમાં પેમેન્ટ કરીને ટિકિટ ખરીદવાનું કહી રહી છે. સેનેટ સમિતિને એ પણ કહેવામાં આવ્યું છે કે મુસાફરો ટિકિટ ખરીદવા માટે VPN નો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે તેમને પાકિસ્તાનમાં ખરીદેલી ટિકિટો કરતા ઓછા ભાવે ટિકિટ મળી રહી છે. પાકિસ્તાને ગરીબી દૂર કરવા માટે મોટા પાયા પર ટેક્સમાં વધારો કર્યો છે. આટલું જ નહીં, સમિતિની બેઠકમાં એ વાત પણ સામે આવી કે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના 141 પાયલોટના લાઇસન્સ શંકાસ્પદ છે.
અગાઉ એ વાત સામે આવી હતી કે ઘણા પાકિસ્તાની પાયલોટ્સે પૈસા ચૂકવીને એરલાઇન પાયલોટનું લાઇસન્સ મેળવ્યું હતું. આ પછી, ઘણા પાયલોટ્સની ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન પાયલટોની નકલી ડિગ્રીનો મામલો પણ સામે આવ્યો હતો. PIAએ કહ્યું કે ઘણા પાયલોટ નકલી ડિગ્રી સાથે પકડાયા છે અને તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે પાકિસ્તાનની સરકારી એરલાઇન પીઆઈએને અબજો રૂપિયાની લેણી ચૂકવણી કરવાની છે.
આ પણ વાંચો:માફિયા ડોન અતીક જેલમાંથી આવ્યો બહાર, હવે યુપીમાં આ કેસમાં થશે હિસાબ-કિતાબ
આ પણ વાંચો:અતીક અહેમદ યુપી કેમ જવા માંગતો ન હતો? જાણો કારણ
આ પણ વાંચો:એન્કાઉન્ટરના ભય વચ્ચે યુપી પોલીસ અતીક અહેમદને સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવશે
આ પણ વાંચો:અંગદાન કરનાર છોકરીના માતા-પિતા સાથે પીએમ મોદીએ કરી વાત, 39 દિવસની ઉંમરે થયું હતું મોત
આ પણ વાંચો:સાંસદ છીનવાયા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટરનો બદલ્યો બાયો, લખ્યું- Dis’Qualified MP
