– સિયાચિન ગ્લેસિયરમાં 2015થી અત્યાર સુધીમાં 873 ભારતીય સૈનિકો મૃત્યુ પામ્યા છે
– ભારત અને પાક બંને સિયાચિન ગ્લેસિયર પર 2,500 સૈનિક ગુમાવી ચૂક્યા છે
– ભારતના ત્રણ હજાર સૈનિકોના હાથમાં છે સિયાચીન ગ્લેસિયરરની સુરક્ષા
– 1984માં ભારતે પાકિસ્તાન પાસેથી કબ્જે કર્યુ હતુ સિયાચિન ગ્લેસિયર
– સિયાચીનમાં દિવસે માઇનસ 21 અને રાત્રે -32 ડિગ્રી તાપમાન હોય છે
Woman on Top: ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સની (Fire and Fury Corps) મહિલા અધિકારી (Woman on Top) કેપ્ટન શિવા ચૌહાણને (Captain Shiva chauhan) વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રમાં તૈનાત કરવામાં આવ્યા છે. કેપ્ટન શિવા 15,632 ફૂટની ઉંચાઈ (Woman on Top)પર કુમાર પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા છે. ભારતીય સેનાએ પ્રથમ વખત આ ખતરનાક પોસ્ટ પર મહિલા અધિકારીને તૈનાત કરી છે.
ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે ટ્વિટ કર્યું કે કેપ્ટન શિવા ચૌહાણ (Woman on Top)ફાયર એન્ડ ફ્યુરી સેપર્સ છે. કુમાર પોસ્ટ પર પોસ્ટ થનારી તે પ્રથમ ભારતીય મહિલા છે. આ વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ છે. કેપ્ટન શિવાએ આ સ્થાન પર પોસ્ટિંગ કરતા પહેલા સખત તાલીમ પૂર્ણ કરી છે. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સનું મુખ્ય મથક લેહમાં છે. તે આર્મીના નોર્ધન કમાન્ડ હેઠળ આવે છે. તેઓ ચીન અને પાકિસ્તાનની સરહદો પર તૈનાત છે. ઉપરાંત તેઓ સિયાચીન ગ્લેશિયરનું રક્ષણ કરે છે.
ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સને સત્તાવાર રીતે 14મી કોર્પ્સ કહેવામાં આવે છે. હાલમાં સિયાચીનમાં દિવસનું તાપમાન માઈનસ 21 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે રાત્રે તાપમાનનો પારો માઈનસ 32 ડિગ્રી સેલ્સિયસને આંબી રહ્યો છે. આવી સ્થિતિમાં આપણા બહાદુર સૈનિકો હવામાન સામે લડીને સરહદની સુરક્ષામાં લાગેલા છે.
સિયાચીનને 1984માં મિલિટરી બેઝ બનાવવામાં આવ્યું હતું. ત્યારથી લઈને 2015 સુધી ખરાબ હવામાનને કારણે 873 જવાનોએ જીવ ગુમાવ્યા છે. સિયાચીન ગ્લેશિયર પર 3 હજાર સૈનિકો હંમેશા તૈનાત હોય છે. આ ત્રણ હજાર જવાનોની સુરક્ષા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સરકાર સિયાચીનમાં હાજર સૈનિકો પર દરરોજ લગભગ 5 કરોડ રૂપિયા ખર્ચે છે. તેમાં સૈનિકોના યુનિફોર્મ, શૂઝ અને સ્લીપિંગ બેગ પણ સામેલ છે.
સિયાચીન ગ્લેશિયર પરનું તાપમાન મોટાભાગે શૂન્યથી અનેક ડિગ્રી નીચે હોય છે. એક અંદાજ મુજબ અહીં ભારત અને પાકિસ્તાનના કુલ 2500 સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. 2012માં પાકિસ્તાનમાં ગાયરી બેઝ કેમ્પમાં હિમસ્ખલનને કારણે 124 સૈનિકો અને 11 નાગરિકોના મોત થયા હતા.
આ પણ વાંચોઃ
