Womens Bullet Train Driver/ સાઉદીમાં મક્કા અને મદીના વચ્ચે બુલેટ ટ્રેન ચલાવશે મહિલાઓ

ઈસ્લામનો ગઢ કહેવાતા સાઉદી અરેબિયામાં પહેલીવાર મહિલાઓ બુલેટ ટ્રેન ચલાવવા જઈ રહી છે. સાઉદી અરેબિયન રેલ્વે કંપની સારાએ 32 સાઉદી મહિલાઓના ગ્રેજ્યુએશનની ઉજવણી કરી છે. મહિલા ટ્રેન ડ્રાઈવરોની આ પ્રથમ બેચ વિશ્વની સૌથી ઝડપી ટ્રેનોમાંની એક હાર્મોનિયા એક્સપ્રેસ ચલાવશે.

Top Stories World
Womens

રિયાધઃ ઈસ્લામનો ગઢ કહેવાતા સાઉદી અરેબિયામાં (Saudi Arabia) પહેલીવાર મહિલાઓ (Womens Bullet train driver)) બુલેટ ટ્રેન (Bullet train) ચલાવવા જઈ રહી છે. સાઉદી અરેબિયન રેલ્વે કંપની સારાએ 32 સાઉદી મહિલાઓના (Womens) ગ્રેજ્યુએશનની ઉજવણી કરી છે. મહિલા (Womens Bullet train driver)ટ્રેન ડ્રાઈવરોની આ પ્રથમ બેચ વિશ્વની સૌથી ઝડપી ટ્રેનોમાંની એક હાર્મોનિયા એક્સપ્રેસ ચલાવશે. આ ડ્રાઈવરોએ હવે ટ્રેન ચલાવવાની લાયકાત મેળવી લીધી છે. સારાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ મહિલાઓને ((Womens Bullet train driver) ટ્રેન ચલાવવાની અપાતી ટ્રેનિંગ બતાવી છે.
આ મહિલા ટ્રેન ડ્રાઈવરોના(Womens Bullet train driver) ટ્રેનર, ટ્રેન કેપ્ટન મોહનાદ શેકરે જણાવ્યું હતું કે હાર્મિયન ટ્રેન તેના પુરૂષ અને મહિલા કેપ્ટનોને તાલીમ આપવા આતુર છે જેથી તેઓ સલામતીના ઉચ્ચતમ ધોરણો હાંસલ કરી શકે. આ મહિલા ((Womens Bullet train driver) ટ્રેન ડ્રાઈવરો સમગ્ર પશ્ચિમ એશિયામાં પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર બની છે. આ તક મળતાં મહિલાઓની ખુશીની કોઈ સીમા ન રહી. તેમણે કહ્યું કે તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓનું પરિવહન તેમને કુશળ રીતે કામ કરવાની પ્રેરણા આપે છે.
એક મહિલા ડ્રાઈવરે જણાવ્યું કે આ ટ્રેન ચલાવવાની ટ્રેનિંગ દરમિયાન તેને સિમ્યુલેટર પર ટ્રેન ચલાવવાનું શીખવવામાં આવ્યું હતું. આનાથી તેમને ખરેખર ટ્રેન ચલાવવાનો અનુભવ મળ્યો. આ દરમિયાન, તેમને ટ્રેન ચલાવવાની સંપૂર્ણ પ્રેક્ટિસ આપવામાં આવી હતી, જેથી કરીને તેઓ વાસ્તવિક મુસાફરી માટે નીકળી શકે. સાઉદી અરેબિયા ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં મહિલાઓના સશક્તિકરણ માટે સતત તેની નીતિઓમાં ફેરફાર કરી રહ્યું છે. શેકરે જણાવ્યું કે આ મહિલાઓને એવી ટ્રેનિંગ આપવામાં આવી છે કે જેથી કરીને તેઓ કોઈ પણ વિલંબ કર્યા વગર પોતાના ગંતવ્ય સ્ટેશન પર પહોંચી જાય.
આ મહિલાઓ સાઉદી અરેબિયાના પવિત્ર શહેરો મક્કા (Makka)અને મદીના (Madina) વચ્ચે બુલેટ ટ્રેન (Bullet train) ચલાવશે. આ ટ્રેન 450 kmph થી 300 kmphની સ્પીડ સાથે વિશ્વની સૌથી ઝડપી ટ્રેનોમાંની એક છે. તે સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રીક ટ્રેન છે અને ઈસ્લામના બે પવિત્ર શહેરો, મક્કા અને મદીના વચ્ચે વર્ષ 2018માં લોન્ચ કરવામાં આવી હતી. ગયા વર્ષે આ નોકરી માટે 28,000 મહિલાઓની અરજીઓ આવી હતી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સાઉદી અરેબિયા મહિલાઓને લઈને પોતાની વિચારસરણી બદલી રહ્યું છે. સાઉદી અરેબિયા જેવા ઇસ્લામિક દેશે મહિલાઓના મોરચે દાખવેલી પ્રગતિશીલતાના લીધે બીજા આરબ દેશો મોઢામાં આંગળા નાખી ગયા છે. સાઉદી અરેબિયા અત્યાર સુધી કટ્ટર ઇસ્લામિક દેશ તરીકે જાણીતું હતું.

આ પણ વાંચોઃ

પટના એરપોર્ટ પર GoAirની ફ્લાઈટ સાથે અથડાયું પક્ષી, 150 મુસાફરો હતા સવાર અને…

મૂવી બતાવો અને એકાઉન્ટ ખાલી કરોઃ સાઇબર ગુનેગારોનો નવો કીમિયો

GST/ કેન્દ્રને ગુજરાતમાંથી GST ની જંગી આવકઃ એક લાખ કરોડની સપાટી વટાવી

રાજનાથ સિંહે ચીનને આપી ચેતવણી ‘ભારત કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર ‘

થાઈલેન્ડ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્શી લેન્ડિંગ