pariksha pe charcha/ 27 જાન્યુઆરીએ PM મોદી કરશે ‘પરીક્ષા પે ચર્ચા’, 2018થી સતત આયોજિત થઈ રહ્યો છે કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ વર્ષ 2018માં પ્રથમ વખત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારથી પીએમ મોદી દર વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કરે છે. આ દરમિયાન પીએમ મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરે છે.

Top Stories India
પરીક્ષા પે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા વિદ્યાર્થીઓ સાથે યોજાનાર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની નવી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. PM મોદી 27 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરશે. માહિતી આપતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, PM મોદી 2018થી સતત ચાલી રહેલા આ કાર્યક્રમને ફરીથી 27 જાન્યુઆરીએ સંબોધિત કરશે.

શિક્ષણ મંત્રાલય તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનું કરશે સન્માન

તે જ સમયે, સત્તાવાર વેબસાઇટ mygov.in પર, કહેવામાં આવ્યું છે કે સમય આવી ગયો છે કે પરીક્ષાના તણાવને પાછળ છોડી દો અને તમારું શ્રેષ્ઠ કરવા માટે પ્રેરિત થાઓ! વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને તેમના તમામ સપના અને ધ્યેયો પૂરા કરવામાં મદદ કરવા અને સક્ષમ કરવા માતાપિતા અને શિક્ષકો સાથે પણ વાતચીત કરશે. વધુમાં, MyGov પર સ્પર્ધાઓ દ્વારા પસંદ કરાયેલા લગભગ 2050 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને શિક્ષણ મંત્રાલય દ્વારા PPC કિટ્સ ભેટમાં આપવામાં આવશે.

2018 થી સતત આ કાર્યક્રમનું કરવામાં આવી રહ્યું છે આયોજન

આપને જણાવી દઈએ કે વર્ષ 2018માં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારથી PM મોદી દર વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કરે છે. આ દરમિયાન PM મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરે છે. ગયા વર્ષે, 1 એપ્રિલ, 2022 ના રોજ, પીએમ મોદીએ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન 12 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો:સો. મીડિયા પર PM મોદી અને હીરાબા અંગે અભદ્ર ટિપ્પણી કરવી યુવકને પડી ભારે

આ પણ વાંચો:GSEBએ બોર્ડની પરીક્ષાની તારીખ કરી જાહેર, ધોરણ 10 અને 12ની પરીક્ષા આ તારીખથી શરૂ થશે

આ પણ વાંચો:ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક તો ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ બસ, 9 લોકોના મોત, 32 ઘાયલ