Not Set/ મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકારા પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદ મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર પર અને કેબિનેટ પ્રધાન સૌરભ પટેલ પર આકરા પ્રહારો કર્યા છે. હાર્દિક પટેલે જેડીયુ નેતા શરદ યાદના હાથે હોસ્પિટલમાં જળ ગ્રહણ કર્યા બાદ પાસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં મનોજ પનારાએ ક્હયું હતુ કે, તબિયત લથડતા અને શરદ યાદવના સમજાવટને કારણે હાર્દિકે પટેલે જળ ગ્રહણ કર્યું છે પણ […]

Ahmedabad Top Stories
mantavya 80 મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકારા પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદ

મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર પર અને કેબિનેટ પ્રધાન સૌરભ પટેલ પર આકરા પ્રહારો કર્યા છે. હાર્દિક પટેલે જેડીયુ નેતા શરદ યાદના હાથે હોસ્પિટલમાં જળ ગ્રહણ કર્યા બાદ પાસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

જેમાં મનોજ પનારાએ ક્હયું હતુ કે, તબિયત લથડતા અને શરદ યાદવના સમજાવટને કારણે હાર્દિકે પટેલે જળ ગ્રહણ કર્યું છે પણ હજુ પણ અમે અમારી માંગો સાથે અડગ છીએ. અમે કોઈ પીછે હટ કરવા માંગતા નથી. પરંતુ સરકાર નિતિ આંદોલન ખતમ કરવાની છે.

હાર્દિકે પાણી પીવા અંગે પાસના કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું કે, ગાંધીના માર્ગે આંદોલન કરવા છતાં પણ સરકાર વાર્તાલાપ માટે તૈયાર નથી.

ગુજરાતની જનતાની ઈચ્છા છે કે, હાર્દિક પટેલ જીવતા રહે. હવે અમને લાગી રહ્યું છે કે જીવશું તો લડીશું અને લડીશું તો જીતીશું. તમામ લોકોની ઈચ્છા પૂર્ણ કરવા માટે હાર્દિકે પાણી પીધું છે. હજી સુધી હાર્દિકે અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી. હાર્દિકના અનશન હજી ચાલુ જ છે.

હાર્દિકે શરદ યાદવને હાથે પીધુ પાણી

જે.ડી.યુના અધ્યક્ષ શરદ યાદવે હાર્દિકની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. ત્યારે શરદ યાદવ સહિત અધિકારીઓએ તેની મુલાકાત લીધી હતી.

મહત્વપૂર્ણ છે કે, હાલ હોસ્પિટલમાં દાખલ થયેલ હાર્દિકની તબિયત હાલ સુધારા પર છે. હાર્દિકે જળનો ત્યાગ કર્યો હતો. જે બાદ આજે શરદ યાદવને હાથે હાર્દિક પટેલે પાણી પીધું છે. નોંધનીય છે કે ગઢડાના એસ.પી સ્વામીના આગ્રહને માન આપી હાર્દિકે પહેલા પણ પાણી પીધુ હતું.

હાર્દિક પટેલને શુક્રવારે બપોર પછી સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, બાદમાં પાસ તરફથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે તેમને સરકાર પર ભરોસો નથી આથી હાર્દિકને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો છે. સાંજે હાર્દિક પટેલને સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલી એસજીવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.