ભાવનગર/ ભાજપમાં સદસ્ય બનાવવાનું પડ્યું ભારે : ગણતરીની કલાકોમાં આચાર્યનું રાજીનામું

કોલેજના વાઇસ પ્રિન્સિપાલ આર.એ.ગિહેલ દ્વારા  એક નોટિસ પાઠવી  હતી. જેમાં કોલેજ ભાજપની એક સંસ્થા હોય તેમ વિદ્યાર્થીનીઓને ભાજપ પેજ કમિટીનાં સભ્ય બનવા વિદ્યાર્થીનીઓને આદેશ આપવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others
પેજ કમિટી

ભાવનગરની મહિલા કોલેજની વિદ્યાર્થીઓને ભાજપની સદસ્ય બનાવવા માટે હુકમ અંગેના વિવાદને લઈ ઇન્ચાર્જ કાર્યકારી મહિલા આચાર્યએ આ સમગ્ર મામલે રાજીનામું આપ્યું છે. પેજ કમિટી

મળતી વધુ વિગત અનુસાર ભાવનગરમાં આવેલી ગાંધી મહિલા કોમર્સ અને આર્ટસ કોલેજ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કોલેજના વાઇસ પ્રિન્સિપાલ આર.એ.ગિહેલ દ્વારા  એક નોટિસ પાઠવી  હતી. જેમાં કોલેજ ભાજપની એક સંસ્થા હોય તેમ વિદ્યાર્થીનીઓને ભાજપ પેજ કમિટીનાં સભ્ય બનવા વિદ્યાર્થીનીઓને આદેશ આપવામાં આવ્યો છે. જેને લીધે વિદ્યાર્થી સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો કોલેજ પ્રિન્સિપાલ દ્વારા શૈક્ષણિક સંસ્થાને બદલે જાણે આ સંસ્થા ભાજપની  સંસ્થા હોય તેવું કાર્ય કરવામાં આવ્યું હતું.

bhavnagar ભાજપમાં સદસ્ય બનાવવાનું પડ્યું ભારે : ગણતરીની કલાકોમાં આચાર્યનું રાજીનામું

નોટિસમાં ભાજપની પેઈઝ કમિટીમાં સભ્ય થવા કોર્પો.ની હદમાં રહેતી વિદ્યાર્થીનીઓને આદેશ કરાયો હોય તેમ જણાવ્યું છે કે ફોટા , મોબાઈલ. અને અન્ય આધાર સાથે કાલે કોલેજમાં આવવું . આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને કોલેજનાં ટ્રસ્ટીએ તત્કાળ  બેઠક બોલાવી હતી. જેમાં ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, અમારી કોલેજે રાજકીય પક્ષ બાબતે હંમેશા તટસ્થતા રાખી છે પણ જ્યારે આ રીતની નોટિસ જાહેર થાય તે બાબત ગંભીર ગણાય. આ બાબતને અમે પણ પૂરી ગંભીરતાથી લીધી છે પરંતુ બેઠક દરમિયાન કાર્યકારી પ્રિન્સિપાલ રંજનબેન ગોહેલ દ્વારા પોતાના વ્યક્તિગત કારોણો સર જાતે લેખિતમાં રાજીનામુ આપી દેવાનું સામે આવ્યું છે.

harsh 2 2 ભાજપમાં સદસ્ય બનાવવાનું પડ્યું ભારે : ગણતરીની કલાકોમાં આચાર્યનું રાજીનામું

ઉલ્લેખનીય છે કે ભાવનગરની શ્રીમતી ન. ચ. ગાંધી અને ભા. વા. ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજના કાર્યકારી આચાર્ય શ્રીમતી આર.એ. ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓને એક નોટિસ પાઠવવામા આવી છે. જેમાં ઉલેખ્ખ કરવામાં આવ્યો છે કે, કોલેજની તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે ભાજપ પેજ કમિટિનાં સભ્ય તરીકે નોંધણી માટે દરેક વિદ્યાર્થીનીએ આવતીકાલથી પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈ આવે આ સભ્ય બનવા માટે ભાવનગર મહાનગરપાલિકાની અંદર રહેતી વિદ્યાર્થીનીઓ જ સભ્ય બની શકે છે. ત્યારે અભિયાનમાં જોડાવા દરેક વિદ્યાર્થીનીઓને પોતાનો મોબાઇલ લઈને કોલેજે આવવાનું જણાવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો : કોલેજની વિધાર્થીનોને ભાજપની પેજ કમિટીમાં જોડાવવા ફરમાન, કોલેજ છે કે પછી..?