ગુજરાત/ રાજયમાં હવે મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસેથી દંડ નહીં ઉઘરાવી શકે

સમગ્ર રાજય માં  સુરત , અમદાવાદ  અને હવે રાજકોટ, જામનગર અને ભાવનગર સહિતના  અનેક મોટા શહેરોમાં પોલીસ પાસે હવે પીઓએસ મશીન હશે કે જેથી હવે  ટ્રાફિક નિયમનના ભંગ બદલ સીધો દંડ ઓનલાઇન ભરવાનો રહેશે. ટ્રાફિક પોલીસને હપ્તો આપવાનો  રહશે નહિ .  સ્થળ પર સીધું ઓનલાઇન પેમેન્ટ વસૂલ કરાશે. શહેરોના ટ્રાફિક ભંગના કેસોમાં ઇ-મેમો અને ચલણના […]

Gujarat Others
Untitled 18 રાજયમાં હવે મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસેથી દંડ નહીં ઉઘરાવી શકે

સમગ્ર રાજય માં  સુરત , અમદાવાદ  અને હવે રાજકોટ, જામનગર અને ભાવનગર સહિતના  અનેક મોટા શહેરોમાં પોલીસ પાસે હવે પીઓએસ મશીન હશે કે જેથી હવે  ટ્રાફિક નિયમનના ભંગ બદલ સીધો દંડ ઓનલાઇન ભરવાનો રહેશે. ટ્રાફિક પોલીસને હપ્તો આપવાનો  રહશે નહિ .  સ્થળ પર સીધું ઓનલાઇન પેમેન્ટ વસૂલ કરાશે.

શહેરોના ટ્રાફિક ભંગના કેસોમાં ઇ-મેમો અને ચલણના સ્થાને પોલીસને ઓનલાઇન પેમેન્ટ માટેની સુવિધા કરી આપવામાં આવી છે. જેની  શરૂઆત સુરતમાં કરવામાં  આવી છે અને હવે અમદાવાદમાં પણ આવો પ્રયોગ શરૂ થયો છે. આ પદ્ધતિ સફળ થશે તો રાજ્યના બીજા મોટા શહેરોમાં પણ આ પ્રયોગ શરૂ કરવા રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યો છે.

રાજ્શયોની અનેક શહેરોની ટ્રાફિક પોલીસ ડિજીટલ બની ચૂકી છે. પોલીસ વિભાગે ટ્રાફિક પોલીસના હાથમાં પીઓએસ મશીનો પકડાવી દીધા છે . વાહનચાલકો પાસેથી ટ્રાફિક ભંગના ગુના બદલ રોકડ રકમ લઇ શકશે નહીં. ટ્રાફિક પોલીસમાં પારદર્શિતા આવી રહી છે.

આ મશીનની મદદથી ટ્રાફિક પોલીસ કાર્ડ દ્વારા, યુપીઆઇ, ક્યુઆર કોડ અને ભીમ એપ્લિકેશનની મદદથી વાહનચાલકોને સ્થળ પર રૂપિયા ભરાવશે. કોઇપણ દંડની રકમ પોલીસને ઓનલાઇન પેમેન્ટમાં આપવાની રહેશે કે તેથી રોકડ રૂપિયાના વ્યવહારો બંધ થશે. આ મશીનમાંથી દંડ વસૂલવા બદલ વાહનચાલકને રસીદ પણ આપવામાં આવશે. આ મશીનની બીજી ખાસિયત એવી છે કે દંડ વસૂલ કરવામાં કોઇ વાહનચાલક આનાકાની કરશે તો તેનો ફોટો અને વિડીયો પણ ઉતારી શકાશે.