Junagadh/ LRD જવાનોનો ગરબે ઘૂમતો વીડિયો વાયરલ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં ઉડ્યા ધજાગરા

જુનાગઢમાં દિક્ષાંત સમારોહ પેહલા LRD નાં જવાનો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. ગરબામાં માસ્ક અને સોશિયિલ ડિસ્ટેન્સનાં ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા છે…

Gujarat Others
Makar 56 LRD જવાનોનો ગરબે ઘૂમતો વીડિયો વાયરલ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં ઉડ્યા ધજાગરા
  • જૂનાગઢ દિક્ષાંત સમારોહ પહેલાં ગરબે ઘુમ્યા LRD જવાનો
  • ગરબામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
  • ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આપ્યા તપાસના આદેશ
  • 4 દિવસમાં રિપોર્ટ સોંપવા આપ્યા આદેશ
  • તપાસ બાદ જવાબદાર અધિકારીઓએ સામે લેવાશે પગલાં

જુનાગઢમાં દિક્ષાંત સમારોહ પહેલા LRD નાં જવાનો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. ગરબામાં માસ્ક અને સોશિયિલ ડિસ્ટેન્સનાં ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. આ મામલે હવે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસનાં આદેશ આપી દીધા છે.

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં સામાન્ય જનતા જ્યારે માસ્ક વિના દેખાય છે ત્યારે પોલીસ મોટો દંડ વસૂલ કરવામાં જરા પણ વિચાર કરતી નથી, ત્યારે આ વચ્ચે જ્યારે પોલીસ જ માસ્ક વિના ગરબે ઘૂમતી જોવા મળે તો સામાન્ય જનતા પર તેની શું અસર થશે. તાજેતરમાં જુનાગઢમાં દિક્ષાંત સમારોહ પહેલા જ LRD નાં જવાનો ગરબે ઘૂમતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ ગરબા ઘૂમતા માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સનાં ધજાગરા ઉડ્યા હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે હવે તપાસનાં આદેશ આપી દીધા છે. આ મામલે 4 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ આપી દેવામાં આવ્યો છે. આ મામલે તપાસ બાદ જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો