Banaskantha News: બનાસકાંઠામાં અમીરગઢ ચેકપોસ્ટ પરથી અમીરગઢ પોલીસે મેથામ્ફેટામાઇન નામનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. અમીરગઢ પોલીસને રૂટીંગ વાહનોની ચેકિંગ દરમિયાન ક્રેટા ગાડીમાંથી એક કરોડથી વધુનું 1072 ગ્રામ જેટલું મળી આવ્યું હતું. પોલીસે ગાડીમાં સવાર 3 લોકોની અટકાયત કરી છે. પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબટેન્સિસ એ્ક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લામાં રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતી ક્રેટા ગાડીમાંથી એક કરોડથી વધુનું 1072 ગ્રામ જેટલું મેથામ્ફેટામાઇન નામનું અમીરગઢ પોલીસે ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. અમીરગઢ પોલીસે ગાડી સહિત 1 કરોડ 16 લાખ 49 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ગાડીમાં સવાર 3 લોકોની અટકાયત કરી હતી. અમીરગઢ પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજસ્થાનથી આવતી કારને બનાસકાંઠા ચેક પોસ્ટ પર રોકવામાં આવી હતી. રૂટિન ચેકિંગ હાથ ધરાતા પોલીસને ડ્રગ્સ મળી આવ્યું હતું. માહિતી મુજબ પોલીસના હાથે પકડાયેલા ત્રણેય કારસવારો જામનગરના હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સની હેરાફેરી મામલે પોલીસ ત્રણેયની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં હજું લોકોએ ગરમીનો અનુભવ કરવો પડશે, સૂરજ દાદા કોપાયમાન
આ પણ વાંચો:વડોદરામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત
આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તારમાં રોડ શો કરશે