Not Set/ વડોદરામાં કોરોના વિસ્ફોટ, 68 કેસ નોંઘાતા 8 જૂલાઇથી તંત્રની કોરોના સામે મેગા ઝુંબેશ

સુરતની સાથે સાથે વડોદરામાં પણ કોરોના વિસ્ફોટ યથાવત જોવામાં આવી રહ્યો છે. જી હા, આજે જીલ્લામાંથી નવા 68 કોરોના પોઝીટીવ કેસ આવતા હડકંપ છવાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમિતોની સંખ્યા જીલ્લામાં અત્યાર સુધીમાં 2718 થઇ છે.  વડોદરા શહેર અને ગ્રામ્ય બંનેમાં સંક્રમણ વધ્યું હોવાનાં રિપોર્ટ અને આંકડાથી જીલ્લા તંત્ર દોડતુ થઇ ગયુ છે. વડોદરા ગ્રામ્યમાં પાદરા કોરોનાનું […]

Gujarat Vadodara
27374e93f4ad23ec28d6bda362ece20f 4 વડોદરામાં કોરોના વિસ્ફોટ, 68 કેસ નોંઘાતા 8 જૂલાઇથી તંત્રની કોરોના સામે મેગા ઝુંબેશ

સુરતની સાથે સાથે વડોદરામાં પણ કોરોના વિસ્ફોટ યથાવત જોવામાં આવી રહ્યો છે. જી હા, આજે જીલ્લામાંથી નવા 68 કોરોના પોઝીટીવ કેસ આવતા હડકંપ છવાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમિતોની સંખ્યા જીલ્લામાં અત્યાર સુધીમાં 2718 થઇ છે. 

વડોદરા શહેર અને ગ્રામ્ય બંનેમાં સંક્રમણ વધ્યું હોવાનાં રિપોર્ટ અને આંકડાથી જીલ્લા તંત્ર દોડતુ થઇ ગયુ છે. વડોદરા ગ્રામ્યમાં પાદરા કોરોનાનું હોટસ્પોટ બન્યું હોય તેવા આંકડા નોંધવામાં આવી રહ્યા છે. જી હા, પાદરામાં અત્યાર સુધી કોરોનાનાં 150થી વધુ કેસ નોંધાય ચૂક્યા છે. જીલ્લામાં કરજણ, શિનોર, સાવલીમાં પણ સંક્રમણ વધ્યું છે.

5664408cd40c84c3edb99f29b18cd852 1 વડોદરામાં કોરોના વિસ્ફોટ, 68 કેસ નોંઘાતા 8 જૂલાઇથી તંત્રની કોરોના સામે મેગા ઝુંબેશ

જો કે, જીલ્લામાં કોરોનાનાં અનેક દર્દીઓએ કોરોનાને માત આપી અને સાજા થઇ ગયાનાં પણ આંકડા વિદિત છે. આજેની વાત કરવામાં આવે તો આજે 101 દર્દીઓએ કોરોનાને માત આપી અને સાજા થયા છે.જીલ્લામાં કુલ 1991 દર્દી અત્યાર સુધી રિકવર થયાં અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.  તેમ છતા કોરોનાનાં વઘતા વ્યાપથી તંત્ર પણ એલર્ટ મોડમાં જોવામાં આવી રહ્યુ છે. 

વડોદરામાં કોરોનાનાં કહેર વચ્ચે તંત્ર એક્શનમાં આવ્યું છે. 8 જુલાઈથી વડોદરામાં કોરોના વિરુદ્ધ મેગા ઝુંબેશ શરુ કરવામાં આવી રહી છે. પાલિકાની ટીમો ઘરે-ઘરે ફરી કોરોના સ્ક્રિનિંગ કરશે. પાલિકાની 590 ટીમો દ્વારા મેગા સર્વેલન્સ હાથ ધરાશે. પાલિકાનાં 1200 આરોગ્ય કર્મી ઝુંબેશમાં જોડાશે અને 8 જુલાઈથી 4 દિવસ સુધી આ ઝુંબેશ ચાલશે. થર્મલ ગન, પલ્સ ઓક્સિમીટરથી સ્ક્રિનિંગ કરાશે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews