Not Set/ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ માની ઉત્તરાયણની મજા, કહ્યું, “અમે ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દીની કાપી પતંગ

અમદાવાદ, ૧૪ જાન્યુઆરી, સોમવારને મકરસંક્રાંતિના પવિત્ર તહેવારને રાજ્યભરમાં ઉત્સાહભેર મનાવવામાં આવી રહ્યો છે. આ તહેવારને લઈ નાના ભૂલકાઓ, યુવાનોથી લઈ તમામ લોકો દ્વારા ભારે ઉલ્લાસથી મનાવાય રહ્યો છે. બીજી બાજુ રાજકીય નેતાઓ તેમજ બીજા મહાનુભાવો દ્વારા પણ આ તહેવારને મનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન વડગામના ધારસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે […]

Top Stories Ahmedabad Gujarat Trending
IMG 20190114 WA0012 હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ માની ઉત્તરાયણની મજા, કહ્યું, "અમે ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દીની કાપી પતંગ

અમદાવાદ,

૧૪ જાન્યુઆરી, સોમવારને મકરસંક્રાંતિના પવિત્ર તહેવારને રાજ્યભરમાં ઉત્સાહભેર મનાવવામાં આવી રહ્યો છે. આ તહેવારને લઈ નાના ભૂલકાઓ, યુવાનોથી લઈ તમામ લોકો દ્વારા ભારે ઉલ્લાસથી મનાવાય રહ્યો છે.

બીજી બાજુ રાજકીય નેતાઓ તેમજ બીજા મહાનુભાવો દ્વારા પણ આ તહેવારને મનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન વડગામના ધારસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે પણ પતંગ ઉડાવવાની મજા માની હતી.

IMG 20190114 WA0013 હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ માની ઉત્તરાયણની મજા, કહ્યું, "અમે ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દીની કાપી પતંગ
gujarat-Hardik Patel and Jignesh Mevani have expressed love for Uttarayana, We are kite cut in corruption

હાર્દિક પટેલે જીગ્નેશ મેવાણીના ઘરે પતંગ ઉડાવી હતી. આ અંગે જણાવતા મેવાણીએ કહ્યું હતું કે, “અમે બંને સાથે મળીને ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી તેમજ ગુંડાગર્દીની પતંગ કાપી છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “ગુજરાતમાં અમારી બંનેની દોસ્તી એક ભાઈચારાની નિશાની છે. સામાજિક ન્યાયની લડત અને લડી રહ્યા છે, પરંતુ ગુજરાતની જનતા અને દેશના હિતમાં અમે સાથે છીએ”.