Not Set/ આવતા 36 કલાકમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, મુંબઈમાં વરસાદનાં કારણે એરલાઈન્સ થઇ પ્રભાવિત

મુંબઈમાં ભારે વરસાદે ચારે દિશાએ હાહાકાર મચાવી દીધો છે. રસ્તા પાણીથી લબાલબ ભરાઇ ગયા છે તો આ નજારો સામે આવતા બીએમસીની પોલ પણ ખુલી ગઇ છે. દરવર્ષે બીએમસી દ્વારા લેવામાં આવતા પગલા વરસાદ પડતા જ ધોવાઇ જાય છે. જણાવી દઇએ કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશનાં 17 રાજ્યોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદ […]

Top Stories Gujarat
Rain in Gujarat21 આવતા 36 કલાકમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, મુંબઈમાં વરસાદનાં કારણે એરલાઈન્સ થઇ પ્રભાવિત

મુંબઈમાં ભારે વરસાદે ચારે દિશાએ હાહાકાર મચાવી દીધો છે. રસ્તા પાણીથી લબાલબ ભરાઇ ગયા છે તો આ નજારો સામે આવતા બીએમસીની પોલ પણ ખુલી ગઇ છે. દરવર્ષે બીએમસી દ્વારા લેવામાં આવતા પગલા વરસાદ પડતા જ ધોવાઇ જાય છે. જણાવી દઇએ કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશનાં 17 રાજ્યોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમ્યાન ઉત્તર-પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમનાં દરિયા કિનારે પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. વળી ગુજરાતમાં આવતા 36 કલાકમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે.

monsoon3 kw0C આવતા 36 કલાકમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, મુંબઈમાં વરસાદનાં કારણે એરલાઈન્સ થઇ પ્રભાવિત

દેશમાં મેઘરાજાએ મહેર કરી છે તો સાથે ઘણી જગ્યાએ મુસિબતમાં પણ વધારો કર્યો છે. આપને જણાવી દઇએ કે, અરબ સાગરમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે તેવી સંભાવનાઓ છે. તેના લીધે કર્ણાટકનાં દરિયા કિનારામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે. જેના કારણે તંત્રએ ઘણા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દીધુ છે. મુંબઇની વાત કરીએ તો અહી કેટલાંય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો છે. મુંબઇનાં લાલબાગ, હિંદમાતા, પરેલ, વરલી અને દાદર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાવા લાગ્યા છે. સપ્તાહનાં પહેલાં દિવસે લોકોને ઓફિસ પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

4468mumbaiairport આવતા 36 કલાકમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, મુંબઈમાં વરસાદનાં કારણે એરલાઈન્સ થઇ પ્રભાવિત

મુંબઈમાં આજે વરસાદ સવારથી જ પડી રહ્યો છે અને સાથે દિવસ ઢળતા અહી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકવાની સંભાવનાઓ છે. ભારે વરસાદનાં કારણે અહી ઘણી એરલાઇન્સ પ્રભાવિત થઇ છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સતત વરસાદના કારણે 14 જળાશયોમાં પાણી ભરાઈ ગયા છે. નાસિકમાં 24 કલાકમાં 17 સેમી કરતા વધારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મહારાષ્ટ્ર સહિત ગોવામાં છેલ્લાં બે દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. રવિવારે 13 રાજ્યોમાં સામાન્યથી ખૂબ વધારે અને 2 રાજ્યોમાં વધારે વરસાદ નોંધવામાં આવ્યો છે.

વળી મહારાષ્ટ્ર સિવાય ગુજરાતમાં પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ગઇકાલે વલસાડ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે જળબંબાકારીની સ્થિતિ સર્જાઈ છે. ચોતરફ રસ્તા પાણી પાણી થઈ ગયા છે. આ સાથે જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદે પડતા જનજીવન પર અસર વર્તવા પામી છે. આપને જણાવી દઇએ કે, આગામી 36 કલાકમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યકત કરાઇ છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીમાં પગલે તંત્રએ એલર્ટ જાહેર કર્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.