Not Set/ મચ્છુ હોનારત પછી મુલાકાતે આવેલા ઇન્દિરા ગાંધીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો : મોદી

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસારને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચુંટણી પ્રચારના જંગમાં ઝંપલાવ્યું છે. મોરબી ખાતે એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે, “મોરબીની મચ્છુ હોનારતને યાદ કરી મોરબી આવ્યો હતો. અને […]

Top Stories
મચ્છુ હોનારત પછી મુલાકાતે આવેલા ઇન્દિરા ગાંધીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો : મોદી

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસારને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચુંટણી પ્રચારના જંગમાં ઝંપલાવ્યું છે. મોરબી ખાતે એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે,

“મોરબીની મચ્છુ હોનારતને યાદ કરી મોરબી આવ્યો હતો. અને ત્યારે અમે મડદા ઉલેચ્યા હતા અને રાહુલના દાદી અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો”.

મોરબીમાં પીએમ મોદીએ જણાવ્યું, 

  • મોરબી સાથે મારો જુનો નાતો છે,ઈતિહાસ ગવાહ છે કે અમે લોકોના સુખ દુ:ખમાં ભાગી રહ્યા છે.
  • દિલ્લીમાં તમારો વ્યક્તિ બેઠો છે, બંને હાથોમાં લાડુ છે, પાચેય આંગળીઓ ઘીમાં છે, વિકાસના નામ પર વોટ આપજો.
  • કોંગ્રેસનો વિકાસ એટલે હેડ પંપ અને ભાજપનો વિકાસ એટલે સૌની યોજના. અમે સૌરાષ્ટ્રમાં પાણી ઉપર વિચાર્યું હતું. સૌની યોજના થકી ભવિષ્યની અનેક પેઢીઓ પાણીની સમસ્યાથી કરગરશે નહીં. ગુજરાત પાણીદાર બનીને આખી દુનિયાને પાણીદાર બનાવવા માગે છે.
  • આજે મોરબીનું નામ વિશ્વમાં ચમકે છે. 60 હજાર જેટલા પંપીંગ સ્ટેશનો ઉભા કર્યા. ત્યારે સૌ વિચારતા કે આટલું બધું પાણી આવશે ક્યાંથી. 100 માળ જેટલી આખી નદી ઉપર જાય તેવી યોજના બનાવી છે. નેવાના પાણી મોભે ચડાવાનું કામ આ ભાજપે કર્યું છે.
  • ૭૦ વર્ષ સુધી રાજ કરવાવાળા હિસાબ નથી આપતા અને આજે અમારી પાસે હિસાબ માંગી રહ્યા છે. પરંતુ હવે તેઓ ગરીબોના પૈસા કોઈને લૂટવા નહિ દે.
  • વિપત્તિને અવસરમાં ફેરવવું એ ગુજરાત મોડેલ છે, જયારે ૧૯૮૦ મા મચ્છુ હોનારત થઇ હતી ત્યારે અમે મડદા ઉલેચ્યા હતા અને રાહુલના દાદી અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો.
  • મોંઘી સિગરેટ અને શરાબ પર 28 ટકા જીએસટી છે તેને 18 ટકા કરવા માગે છે. શું સસ્તી સિગરેટ અને શરાબ કરી લોકોમાં નશો વધારવા માગો છો? લોકોના આરોગ્ય સાથે ચેડા કેમ કરી શકાય. તમે લોકોનું લૂંટ્યું છે તે મોદી ગરીબ લોકોને આપીને જ જંપવાનો છે.
  • નોટબંધી નોટબંધી કરી કોંગ્રેસે કકળાટ કર્યો છે તો લોકો શું તમારૂ કંઇ લૂંટાઇ ગયું છે. તો લોકોએ ના પાડી. સોનાયાજીને સરકાર સામે બાથ ભીડવાની શક્તિ મોદીમાં હતી.