કરતારપુર કોરીડોર/ સિદ્ધુએ પાકિસ્તાનના PM ઈમરાન ખાનને કહ્યું ‘મોટા ભાઈ’, કરતારપુર પહોંચ્યા બાદ આપ્યું નિવેદન

નવજોત સિંહ સિદ્ધુ પોતાના કેટલાક સમર્થકો સાથે કરતારપુર સાહિબની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 

Top Stories India
કરતારપુર

પંજાબ કોંગ્રેસમાં આંતરિક ઝઘડો અટકતો દેખાતો નથી. આ દિવસોમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની વચ્ચે મતભેદ હોવાના અહેવાલો છે. આનું તાજેતરનું ઉદાહરણ કરતારપુર કોરિડોર ખુલ્યા બાદ જોવા મળ્યું છે. ભૂતકાળમાં, કરતારપુર સાહિબની મુલાકાત દરમિયાન, સિદ્ધુને મુખ્યમંત્રી ચન્નીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. આ પછી હવે નવજોત સિંહ સિદ્ધુ પોતાના કેટલાક સમર્થકો સાથે કરતારપુર સાહિબની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન સિદ્ધુએ કરતારપુર પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મોહમ્મદ લતીફ સાથે પણ વાત કરી અને કહ્યું કે ‘પાકના વડાપ્રધાન ઈમરાન ખાન મારા મોટા ભાઈ જેવા છે. તેણે મને ઘણો પ્રેમ આપ્યો છે.

a 306 5 સિદ્ધુએ પાકિસ્તાનના PM ઈમરાન ખાનને કહ્યું 'મોટા ભાઈ', કરતારપુર પહોંચ્યા બાદ આપ્યું નિવેદન

આ પણ વાંચો :સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા નંબરે, ઇન્દોર સતત પાંચમાં વર્ષે પ્રથમ ક્રમાંક પર

નવજોત સિંહ સિદ્ધુ શનિવારે પાકિસ્તાનના કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબની મુલાકાત લેવા ગુરુદાસપુરના ડેરા બાબા નાનક ખાતે કરતારપુર કોરિડોરની સંકલિત ચેક પોસ્ટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન સિદ્ધુ સાથે તેમના કેટલાક નજીકના નેતાઓ જ જોવા મળ્યા હતા. સિદ્ધુ કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબમાં દર્શન કર્યા.

આ પહેલા કરતારપુર કોરિડોર ખુલ્યા બાદ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નેતૃત્વમાં પંજાબ કેબિનેટનું એક પ્રતિનિધિમંડળ ગુરુદ્વારા કરતારપુર સાહિબમાં પ્રાર્થના કરવા પહોંચ્યું હતું. જોકે, સિદ્ધુ આ પ્રતિનિધિમંડળનો ભાગ ન હતા. તેમની બહાર નીકળવાના કારણે કોંગ્રેસમાં નવેસરથી ખળભળાટ મચી ગયો હતો. જોકે, બાદમાં સિદ્ધુના મીડિયા સલાહકાર સુરેન્દ્ર દલાલે કહ્યું હતું કે પંજાબ કોંગ્રેસના વડા 20 નવેમ્બરે કરતારપુર સાહિબની મુલાકાત લેશે.

આ પણ વાંચો : મંગેતરને અશ્લીલ મેસેજ એ તેની નમ્રતાનું અપમાન નથી: કોર્ટ

17 નવેમ્બરથી ફરી ખૂલ્યું કરતારપુર કોરિડોર

આપને જણાવી દઈએ કે આ કરતારપુર કોરિડોર પાકિસ્તાનમાં સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબને ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક મંદિર સાથે જોડે છે. બુધવારથી તેને ખોલવામાં આવ્યું છે. એક મોટા નિર્ણયમાં, પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 17 નવેમ્બરથી કરતારપુર કોરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો. કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને તે બંધ કરવામાં આવ્યું હતું. વિઝા-મુક્ત 4.7 કિલોમીટર લાંબો કોરિડોર ભારતીય સરહદને પાકિસ્તાનમાં ગુરુદ્વારા દરબાર સાહિબ સાથે જોડે છે. તેની શરૂઆત 2019માં થઈ હતી.

ઈમરાનને ગળે લગાવ્યા બાદ વિવાદમાં આવ્યા હતા સિદ્ધુ

અગાઉ, પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુની બંને દેશો વચ્ચે શીખ તીર્થસ્થળ કરતારપુર સાહિબના કોરિડોર ખોલવામાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી. આપને જણાવી દઈએ કે ઈમરાન ખાન અને સિદ્ધુ વચ્ચેના સંબંધો 2018માં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે નવજોત સિંહ પાકિસ્તાનના વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. સિદ્ધુની આ મુલાકાતને લઈને ઘણો વિવાદ થયો હતો.

આ પણ વાંચો :કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત બાદ પ્રિયંકા ગાંધીએ PM મોદી પાસે કરી આ માંગ

સિદ્ધુને બુધવારે મોડી રાત્રે જણાવવામાં આવ્યું હતું કે ગુરપુરબના એક દિવસ પછી 20 નવેમ્બરે કરતારપુર સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લેનારા VIPની ત્રીજી યાદીમાં તેમનું નામ સામેલ છે. તેમના મીડિયા સલાહકાર જગતાર સિદ્ધુએ કહ્યું, ‘પરમિશન મેળવવા માટે ફોર્મ સમયસર ભર્યું હતું. પરંતુ ચન્નીના સત્તાવાર પ્રતિનિધિમંડળમાં PPCC વડાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

જો કે, મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિદ્ધુ, PPCC કાર્યકારી પ્રમુખો અને વરિષ્ઠ ધારાસભ્યો સહિત 50 VIPની યાદી 16 નવેમ્બરની સાંજે ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી હતી. જો કે, સુરક્ષાની ચિંતાઓને ટાંકીને, કેન્દ્રએ તે જ દિવસે તમામ વીઆઈપીને કરતારપુર સાહિબની મુલાકાત લેવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો અને વીઆઈપીને ત્રણ જૂથોમાં વહેંચી દીધા હતા.

આ પણ વાંચો :કૃષિ કાયદાના કારણે યૂપીમાં BJP પર હતો ખતરો, કાયદો રદ્દ થતા પંજાબનો રસ્તો થયો સાફ

આ પણ વાંચો :રાજસ્થાનના જાલોરમાં અનુભવાય 4.6ની તીવ્રતાનો ભૂકંપના, બનાસકાંઠા સુધી અનુભવાયા આંચકા