Not Set/ RBIના બચાવમાં કૂદયા રઘુરામ રાજન, કહ્યું, “દેશહિતમાં હોય આઝાદી”

નવી દિલ્હી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે વિભિન્ન મુદ્દાઓને લઈ જોવા મળતો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોચી ગયો છે. આ પરસ્પરના મતભેદોને લઈ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા પણ સરકારને એક પગલું પાછું લેવા માટે જણાવ્યું છે, ત્યાતે હવે આ મુદ્દે પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રઘુરામ રાજને કહ્યું, […]

Top Stories India Trending
32352 raghuram rajan pti RBIના બચાવમાં કૂદયા રઘુરામ રાજન, કહ્યું, "દેશહિતમાં હોય આઝાદી"

નવી દિલ્હી,

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે વિભિન્ન મુદ્દાઓને લઈ જોવા મળતો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોચી ગયો છે. આ પરસ્પરના મતભેદોને લઈ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા પણ સરકારને એક પગલું પાછું લેવા માટે જણાવ્યું છે, ત્યાતે હવે આ મુદ્દે પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

રઘુરામ રાજને કહ્યું, “એક સ્વતંત્ર અને સ્વાયત્ત સેન્ટ્રલ બેંક તરીકે દેશને ફાયદો જ પહોચતો હોય છે”.

530616 urjit patel and narendra modi 1 RBIના બચાવમાં કૂદયા રઘુરામ રાજન, કહ્યું, "દેશહિતમાં હોય આઝાદી"
national-former-rbi-governor-raghuram-rajan-central-bank-autonomy-nations-interest

એક પ્રમુખ બિઝનેસ ટીવી ચેનલ સાથેના ઇન્ટરવ્યુમાં તેઓએ જણાવ્યું હતું કે, “ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે ચાલી રહેલા સંગ્રામ પર ત્યારે જ લગામ લાગી શકે છે, જયારે બંને એકબીજાની ભાવના અને સ્વાયત્તતાનું સન્માન કરે”.

રાજને વધુમાં કહ્યું હતું કે, જ્યાં સુધી સંભવ છે ત્યાં સુધી રિઝર્વ બેંક સ્વાયત્તાતાને કાયમ રાખવું એ દેશના હિતમાં છે અને આ કરવું એ દેશની પરંપરા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉર્જિત પટેલને સપ્ટેમ્બર, ૨૦૧૬માં રઘુરામ રાજનના સ્થાને RBIના ગવર્નર બનાવવામાં આવ્યા હતા.

આ પહેલા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ RBI પર ઠીકરો ફોડતા દેશમાં બેંકના NPA માટે રિઝર્વ બેંકને જવાબદાર ઠેરવી હતી.

સરકાર દ્વારા RBIને પાઠવવામાં આવ્યો પત્ર

ઇકોનોમિક ટાઈમ્સ દ્વારા જણાવ્યા અનુસાર, આરબીઆઈ એક્ટ, ૧૯૩૪ હેઠળ સરકાર દ્વારા ગયા એક કે બે અઠવાડિયામાં RBIના ગવર્નરને બે અલગ અલગ પત્રો પાઠવવામાં આવી ચુક્યા છે.

સરકાર દ્વારા પત્ર દ્વારા આરબીઆઈને નોન-બેન્કિંગ ફાઇન્નાશિયલ કંપનીઓ માટે લિક્વિદિટી, બેંકોને પૂંજી અને લઘુ તેમજ મધ્યમ વર્ગના ઉદ્યોગ માટે લોન આપવાનો નિર્દેશ કર્યો છે.