Not Set/ મોંઘવારીનો માર ઝીલી રહેલી જનતાને વધુ એક ડોઝ, CNG-PNGમાં ઝીંકાયો વધારો

નવી દિલ્હી, છેલ્લા એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝીકવામાં આવી રહેલા વધારાને કારણે સામાન્ય વ્યક્તિ પહેલેથી જ મોંઘવારીનો માર ઝીલી રહ્યો છે, ત્યારે હવે સોમવારે પ્ર્રાકૃતિક ગેસ (CNG અને PNG)ની કિંમતોમાં પણ ભાવવધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૧.૭૦ રૂપિયા અને PNGના ભાવમાં ૧.૩૦ રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરનો વધારો કરવામાં […]

Top Stories Trending Business
uu મોંઘવારીનો માર ઝીલી રહેલી જનતાને વધુ એક ડોઝ, CNG-PNGમાં ઝીંકાયો વધારો

નવી દિલ્હી,

છેલ્લા એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝીકવામાં આવી રહેલા વધારાને કારણે સામાન્ય વ્યક્તિ પહેલેથી જ મોંઘવારીનો માર ઝીલી રહ્યો છે, ત્યારે હવે સોમવારે પ્ર્રાકૃતિક ગેસ (CNG અને PNG)ની કિંમતોમાં પણ ભાવવધારો કરવામાં આવ્યો છે.

રાજધાની દિલ્હીમાં CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૧.૭૦ રૂપિયા અને PNGના ભાવમાં ૧.૩૦ રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરનો વધારો કરવામાં આવ્યો છે.

CNG b 020416 મોંઘવારીનો માર ઝીલી રહેલી જનતાને વધુ એક ડોઝ, CNG-PNGમાં ઝીંકાયો વધારો
business-natural-gas-prices-up-fertiliser-electricity-transport-costs

માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકી ડોલરના મુકાબલામાં રૂપિયામાં થઇ રહેલા સતત ઘટાડાને કારણે CNG અને PNGની કિંમતોમાં વધારો કરાયો છે.

આ ભાવવધારા સાથે જ રાજધાની દિલ્હીમાં CNGનો ભાવ ૪૪.૩૦ રૂ./પ્રતિ KG થયો છે. જોવામાં આવે તો, છેલ્લા એક મહિનામાં પ્રાકૃતિક ગેસમાં બીજીવાર ભાવવધારો કરાયો છે.

આ પહેલા ૧ સપ્ટેમ્બરના રોજ CNGના ભાવમાં ૬૩ પૈસા અને PNGના ભાવમાં ૧.૧૧ રૂપિયાનો ભાવવધારો કરાયો હતો.

આ સેવાઓ પર પડી શકે છે માઠી અસર

667187 cng મોંઘવારીનો માર ઝીલી રહેલી જનતાને વધુ એક ડોઝ, CNG-PNGમાં ઝીંકાયો વધારો
business-natural-gas-prices-up-fertiliser-electricity-transport-costs

બીજી બાજુ CNG અને PNGની કિંમતોમાં થયેલા વધારાને કારણે વીજળી, ખાતર તેમજ માલ-સમાન સહિતની અનેક સેવાઓ મોંઘી થઇ શકે છે.

ભારત પોતાની ગેસની જરૂરિયાતનો ૫૦ ટકાથી વધુ ગેસ આયાત કરે છે, ત્યારે હવે આ ભાવ વધવાના કારણે વીજળીનું ઉત્પાદન ૧૦ % સુધી મોંઘુ થઇ શકે છે અને તેની સીધી જ અસર સામાન્ય વ્યક્તિઓ પર પડી શકે છે.

આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટની મોટા ભાગની તમામ બસો, ઓટોરિક્ષા, ટેક્સી CNGથી ચાલે છે. આ ભાવવધારો જોતા આ ટ્રાન્સપોર્ટની સેવાઓ પણ મોંઘી થઇ શકે છે.