Not Set/ પાકિસ્તાનનો આ વિકેટ-કીપર બેટ્સમેન બન્યો ICC Men’s Player of the Year

પાકિસ્તાનનાં વિકેટ-કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને 2021માં તેના પ્રભાવશાળી પ્રદર્શન માટે આજે એટલે કે રવિવારે ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

Top Stories Sports
મોહમ્મદ રિઝવાન

પાકિસ્તાનનાં વિકેટ-કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને 2021માં તેના પ્રભાવશાળી પ્રદર્શન માટે આજે એટલે કે રવિવારે ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનનાં ઓપનરે 2021માં રમતનાં સૌથી ટૂંકા ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો – National / નેતાજીના નામ પર મમતા સરકાર બનાવશે સ્પોર્ટ્સ યુનિવર્સિટી, સાથે જન્મજયંતિ પર રાષ્ટ્રીય રજા જાહેર કરવાની માંગ પણ ઉઠાવી

રિઝવાને માત્ર 29 મેચમાં 73.66ની એવરેજ અને 134.89ની સ્ટ્રાઈક રેટથી 1,326 રન બનાવ્યા હતા. કોઈપણ ક્રિકેટરે એક વર્ષમાં 1000 T20 ઈન્ટરનેશનલ રનથી વધુ રન બનાવ્યા નથી. બેટ સાથેનાં તેના શાનદાર પ્રદર્શન ઉપરાંત, મોહમ્મદ રિઝવાને વિકેટ પાછળ પણ પ્રભાવિત કર્યા અને પાકિસ્તાનને T20 વર્લ્ડકપ 2021ની સેમિફાઇનલમાં પહોંચવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રિઝવાન ટૂર્નામેન્ટનો ત્રીજો ટોપ સ્કોરર હતો. તેણે 2021 માં લાહોરમાં દક્ષિણ આફ્રિકા સામે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી પણ ફટકારી હતી અને કરાચીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વર્ષના અંતિમ T20Iમાં 87 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – Beautiful Player / ક્રિકેટ અને ફૂટબોલ વર્લ્ડકપ રમનારી એકમાત્ર ખેલાડી એલિસ પેરીની સુંદરતા કોઇ મોડલ કે અભિનેત્રીથી ઓછી નથી, જુઓ Photos

આવતા વર્ષે વધુ એક T20 વર્લ્ડ કપ યોજાવાનો છે અને આવી સ્થિતિમાં પાકિસ્તાનને આશા છે કે રિઝવાન આ પ્રદર્શન ચાલુ રાખશે. રિઝવાને પણ T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારત સામે 55 બોલમાં અણનમ 79 રન બનાવ્યા હતા, જેનાથી પાકિસ્તાનને કટ્ટર હરીફો સામે આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં તેમની પ્રથમ જીત નોંધાવવામાં મદદ મળી હતી. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે.