Not Set/ ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયાનો વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસે કર્યા આવા પ્રહાર

નેતાઓ પણ કમાલ કરી રહ્યા છે અને સુરતમાં ધોરણ 5 સુધી જ અભ્યાસ કરેલા ભાજપના ધારાસભ્ય દર્દીને રેમડીસીવીર ઇન્જેક્શન આપતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

Top Stories Gujarat Others
A 296 ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયાનો વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસે કર્યા આવા પ્રહાર

નેતાઓ પણ કમાલ કરી રહ્યા છે અને સુરતમાં ધોરણ 5 સુધી જ અભ્યાસ કરેલા ભાજપના ધારાસભ્ય દર્દીને રેમડીસીવીર ઇન્જેક્શન આપતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ડોક્ટર હાજર હોવા છતાં ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયા હસતા હસતા ઇન્જેક્શન આપી રહ્યા છે. જાણે તેમને એક મજાક લાગતી હોય તેવી રીતે દર્દી સાથે ખિલવાડ કરી રહ્યા છે.

ધારાસભ્ય વીડી ઝાલાવાડીયાનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે. આમ, ભાજપના નેતા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સરથાણા વિસ્તારમાં ભાજપના નેતાઓ દ્વારા આઇસોલેશ સેન્ટર છેલ્લા ચાર-પાંચ દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા દર્દીને પોતે રેમડેસિવિર ઇન્જેક્શન આપતા વીડિયોમાં દેખાયા હતા. એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી. તો બીજી તરફ, પોતે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા ન હોવા છતાં તેમણે આવું કર્યું જે સારી બાબત નથી.

આ પણ વાંચો :બ્લેક ફંગસ માટે ધોયા વગર માસ્ક છે જવાબદાર? જાણો શું કહે એક્સપર્ટ

જ્યારે વી.ડી. ઝાલાવાડિયા ઇન્જેક્શન સલાઈનમાં નાખે છે. ત્યારે તેમની આસપાસના તેમના સમર્થકો જે પ્રકારે હસતા ઉભા રહ્યા છે તે જોતા એવું લાગે છે કે જાણે તેમના માટે આ તમામ પ્રક્રિયા મજાકના ભાગ સમાન છે. એક ધારાસભ્ય તરીકે હસતા હસતા જાણે મજાક ઉડાવતા હોય તેમ રેમડેસિવિર જેવા ઇન્જેક્શન દર્દીને આપવું એ કેટલું જોખમી છે. તેની જાણે તેમને કોઈ જ પડી નથી એ પ્રકારનું વર્તન કરાતા ભારે ચર્ચા ઉઠવા પામી છે. આ ઘટના એ રાજ્ય ભર માં ભારે ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો :ભચાઉના વોંધ નજીક દંપતીને અકસ્માત નડ્યો, પતિનું સારવાર દરમિયાન મોત

ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાનો ઇન્જેક્શન આપતો વીડિયો સામે આવતા કોંગ્રેસે વી.ડી ઝાલાવાડિયા પર આક્રમણ કર્યું છે. કોંગ્રેસ નેતા સુરેશ સોનવને એ જણાવ્યું હતું કે, ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડિયા ડોકટરની ભૂમિકા કરતા એક વીડિયોમાં દેખાઈ આવી રહ્યા છે. ડોકટરની ડીગ્રી નહીં હોવા છતાં રેમડીસીવીર ઇન્જેક્શન દર્દીને આપી ફોટો સેસન કરી રહ્યા છે. પ્રસિદ્ધ મેળવા માટે આવી રીતે હરકત કરતા હોય છે.

તો બીજી તરફ, મનપા વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, જેનું જે કામ હોય તેને કરવા દેવું જોઈએ. આ પ્રકારનું ફોટો સેશન જરા પણ યોગ્ય નથી. હું અપેક્ષા કરું છું કે સરકાર આવા કિસ્સામાં કાર્યવાહી કરે. જોકે અગાઉની માફક સરકાર કશું પણ નહીં કરે.

sago str 20 ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયાનો વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસે કર્યા આવા પ્રહાર