Allahabad HC/ મુસ્લિમ લિવ ઈન રિલેશનશીપ રહેવાનો અધિકાર માગી શકે નહીં: હાઈકોર્ટ

કોઈ પણ મુસ્લિમ લિવ ઈન રિલેશનશીપમાં રહેવાનો અધિકાર નથી માની શકતો.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 05 08T162428.663 2 મુસ્લિમ લિવ ઈન રિલેશનશીપ રહેવાનો અધિકાર માગી શકે નહીં: હાઈકોર્ટ

Allahabad News: અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ સમાજને લઈને એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે, તે ટિપ્પણીમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મુસ્લિમ લિવ ઈન રિલેશનશીપમાં રહેવાનો અધિકાર નથી માની શકતો. વાસ્તવમાં, એક મુસ્લિમ પુરુષ એક હિંદુ મહિલા સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહે છે, પરંતુ તેણે પહેલાથી જ મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરેલા હતા. પાંચ વર્ષની દીકરી પણ હતી, એટલે જ હવે કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે.

હાઈકોર્ટની મોટી ટિપ્પણી

કોર્ટે કહ્યું કે ઇસ્લામમાં માનનાર વ્યક્તિને લિવ ઈન રિલેશનશીપમાં રહેવાનો કોઈ અધિકાર નથી, જો તેની પાસે પહેલેથી જ પત્ની હોય તો તે અધિકાર બિલકુલ આપી શકાય નહીં. હવે માહિતી માટે તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા પણ સુરક્ષાને લઈને કોર્ટમાં ગયેલા દંપતી તરફથી એક અરજી દાખલ કરવામાં આવી હતી. તે અરજી દ્વારા તેમના અધિકારોનું રક્ષણ કરવાની માગ કરવામાં આવી હતી.

શું હતો કેસ?

મોટી વાત એ છે કે અરજદારે દાવો કર્યો હતો કે તેની મુસ્લિમ પત્નીને આ લિવ ઈન રિલેશનશીપ સામે કોઈ વાંધો નથી કારણ કે તે પોતે કેટલીક બીમારીઓથી પીડિત છે. બાદમાં વધુ માહિતી મળી હતી કે વ્યક્તિએ તેની પત્નીને ટ્રિપલ તલાક આપ્યા હતા. કોર્ટને એ પણ જાણવા મળ્યું કે પત્ની યુપીમાં રહેતી હોવાનો પતિનો દાવો ખોટો છે. તેની પત્ની ખરેખર તેના સાસરિયાઓ સાથે મુંબઈમાં રહેતી હતી.

જો કે, સુનાવણી દરમિયાન એક પાસું એ હતું કે જો મુસ્લિમ દંપતીએ લગ્ન ન કર્યા હોય તો શું તેઓ લિવ ઈન રિલેશનશીપમાં રહી શકે છે? તેના પર કોર્ટે કહ્યું કે નૈતિકતાના આધારે ઘણી બાબતોને સમજવી પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભગવાન શિવને ચડાવવા માટે યુવકે છરી વડે કાપી જીભ પછી થયું આવું…

આ પણ વાંચો:લિવ ઈન રિલેશનશીપ ભારતીય સંસ્કૃતિ માટે ‘કલંક’ છેઃ હાઈકોર્ટ

આ પણ વાંચો:કોર્ટમાં 13 મહિનાના બાળકને જમીન પર ફેંકી દીધો, જજ રહી ગયા સ્તબ્ધ

આ પણ વાંચો:દિલ્હી હાઈકોર્ટે જાહેર હિતની અરજી ફગાવી, ફટકાર્યો એક લાખનો દંડ