IPL 2022/ ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, IPL દરમિયાન સ્ટેડિયમમાં 50 ટકા દર્શકોને મળશે એન્ટ્રી

કેટલીક મેચો માટે, આ ક્ષમતા 25 ટકા નક્કી કરવામાં આવી હતી, જેને હવે વધારી દેવામાં આવી છે. આ વર્ષે IPL મહારાષ્ટ્રમાં ચાર મેદાન પર રમાઈ રહી છે.

Top Stories Sports
lanka 4 ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, IPL દરમિયાન સ્ટેડિયમમાં 50 ટકા દર્શકોને મળશે એન્ટ્રી

IPL 2022માં ફેન્સ માટે એક સારા સમાચાર છે. 6 એપ્રિલથી 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. શુક્રવારે આઈપીએલના ટિકિટિંગ પાર્ટનર બુક માય શો દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. પ્રથમ કેટલીક મેચો માટે, આ ક્ષમતા 25 ટકા નક્કી કરવામાં આવી હતી, જેને હવે વધારી દેવામાં આવી છે. આ વર્ષે IPL મહારાષ્ટ્રમાં ચાર મેદાન પર રમાઈ રહી છે.

IPLની શરૂઆત પહેલા, મહારાષ્ટ્ર સરકારે 25 ટકા પ્રેક્ષકોને ચાર સ્થળોની ક્ષમતાથી સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી – વાનખેડે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ (બંને મુંબઈ), ડીવાય પાટિલ સ્ટેડિયમ (નવી મુંબઈ) અને મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ.

બુક માય શોએ મીડિયા રીલીઝમાં જણાવ્યું – આગામી કેટલીક મેચો માટે ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. તે જ સમયે, બીસીસીઆઈએ સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા વધારવાનો પણ નિર્ણય લીધો છે. તે હવે 25 ટકાથી ઘટાડીને 50 ટકા કરવામાં આવી છે. આ નિર્ણય દેશી અને વિદેશી દર્શકો માટે લેવામાં આવ્યો છે, જેથી તેઓ વધુમાં વધુ સંખ્યામાં સ્ટેડિયમમાં આવી શકે અને લાઈવ મેચનો આનંદ માણી શકે.

આ પહેલા ગુરુવારે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાંથી કોરોના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રમાં કોરોના સંબંધિત તમામ પ્રતિબંધો 2 એપ્રિલથી ખતમ થઈ જશે. માસ્ક પહેરવાની પણ જરૂર રહેશે નહીં. રાજ્યમાં કોરોનાના કેસો લગભગ બંધ થઈ ગયા છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું કે માસ્ક પહેરવું સ્વૈચ્છિક રહેશે.

World/ અમેરીકાની ચેતવણી વચ્ચે રશિયાની જાહેરાત, ભારત જે ઇચ્છે તે સપ્લાય કરવા તૈયાર છીએ

Shrilanka/ શ્રીલંકાને ડ્રેગન ખાઈ ગયું, લોન લઈને દેશ ચલાવવાનું પરિણામ