Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી અન્ય વિસ્તારોની સરખામણીએ પોરબંદર, ભાવનગર, કચ્છ જીલ્લામાં તાપમાનનો પારો ઊંચો જવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 3 દિવસ પ્રજાએ ગરમીથી શેકાવું પડશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
અમરેલી, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર જતાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જતાં દીવમાં બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભીષણ ગરમી ચૂંટણી પર ભારે અસર કરી શકે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો:કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ, પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ
આ પણ વાંચો:ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો