Not Set/ વાપીમાં 7માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનું કારમાં કરાયું અપહરણ

વાપી, રાજ્યમાં છોકરીઓ પર થતાં અત્યાચારો વધતા જઇ રહ્યાં છે, ત્યારે વાપીમાં એક વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાની પોલિસ ફરિયાદ થઇ છે. વાપીમાં સાતમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીને પહેલાં કારમાં કીડનેપ કરવામાં આવી હતી તેને ઢોર માર મારીને તેના ઘરની નજીક ફેંકી દેવાઇ હતી. આ સ્ટુડન્ટને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.  […]

Gujarat Others
5948ce2190f15 વાપીમાં 7માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનું કારમાં કરાયું અપહરણ

વાપી,

રાજ્યમાં છોકરીઓ પર થતાં અત્યાચારો વધતા જઇ રહ્યાં છે, ત્યારે વાપીમાં એક વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાની પોલિસ ફરિયાદ થઇ છે. વાપીમાં સાતમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીને પહેલાં કારમાં કીડનેપ કરવામાં આવી હતી તેને ઢોર માર મારીને તેના ઘરની નજીક ફેંકી દેવાઇ હતી.

આ સ્ટુડન્ટને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.  જ્યારે પરિવારે ત્રણ અજાણ્યા વિરુદ્ધ અપહરણ અને માર મારવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, વાપીના પંડોર ગામની ધોરણ 7ની સ્ટુડન્ટનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુરૂવારે રાત્રે 10 વાગ્યે ઘર નજીક કારમાંથી ફેંકીને ફરાર થઈ ગયા હતા.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્ટુડન્ટને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને પરિવાર દ્વારા ત્રણ અજાણ્યા વિરુદ્ધ અપહરણ અને માર મારવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.