ગુજરાત/ આવતીકાલે CM ભુપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે યોજશે રોડ શો, જાણો વધુ વિગતો

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દિલ્હી ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ-૨૦૨૨ સંદર્ભે રોડ શોમા સહભાગી થશે.

Gujarat
Untitled 300 10 આવતીકાલે CM ભુપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે યોજશે રોડ શો, જાણો વધુ વિગતો

વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ-૨૦૨૨ સંદર્ભે આવતી કાલે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હી ખાતે યોજાનાર રોડ શોમા સહભાગી થશે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સૌથી શ્રેષ્ઠ વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ- ૨૦૨૨નું સુદ્રઢ આયોજન કરાયુ છે. આવતી કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દિલ્હી ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ-૨૦૨૨ સંદર્ભે રોડ શોમા સહભાગી થશે. જયારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. વિદેશ મંત્રી  એસ. જયશંકર પણ સહભાગી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ધદૃષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી સ્થાપી રહી છે.

આગામી જાન્યુઆરી 2022 માં યોજાનારી આ સમિટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ અને સફળતાની ગાથાને વધુ ગતિથી આગળ વધારશે.ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન  ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાયબ્રન્ટ સમિટની 10મી શ્રૃંખલાના પ્રારંભમાં જ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારે  રૂ. 24 185.22 કરોડના સૂચિત મૂડીરોકાણ માટે 19 જેટલા  MOU (મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા છે.આ મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે 36,925 જેટલી રોજગારની નવી તકો ઊભી થશે. આગામી સમયમા પણ સમિટ સુધી એમ.ઓ.યુની આ શૃંખલા ચાલુ રહેશે.

તેમણે ઉમેર્યુ કે,વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર અર્થે દેશ વિદેશમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુ.કે., ફ્રાન્સ, જાપાન, દુબઈ, અબુધાબી તથા મિડલ-ઇસ્ટના દેશોમાં વિવિધ વિભાગના સચિવ રોડ શો માટે જશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૮ અને ૯મી ડિસેમ્બરના રોજ દુબઇ અને આબુધાબી ખાતે રોડ શોમાં સહભાગી થશે. જ્યારે દેશભરના વિવિધ ૬ જેટલા રાજ્યોના મેટ્રોપોલિટન શહેરમાં પણ રોડ શોનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તા.૨૫મી નવેમ્બરના રોજ દિલ્હી ખાતેના રોડ શોમાં સહભાગી થશે તે ઉપરાંત મુંબઇ, લખનઉ, હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગલોર ખાતે યોજાનાર રોડ શોમાં મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે.

તેમણે કહ્યું કે એમએસએમઇ  ઉધોગ ક્ષેત્રે લોકોને માહિતી મળે એ માટે તા.૧૦મી જાન્યુઆરીથી ત્રિદિવસીય ગ્લોબલ ટ્રેડ શોનું હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે. આ ટ્રેડ ફેર શોની થીમ ‘‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’ રાખવામાં આવી છે.

Corona Virus / અમેરિકામાં ફરી વકર્યો કોરોના, દરરોજ 92 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે

ગુજરાત / રાજ્યમાં ધારાસભ્યો અને સાંસદોની સંખ્યામાં થશે વધારો, જાણો કયારથી લાગુ પડશે વધારો ..?