ગુજરાત/ શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે શિક્ષણમંત્રીને કરાઈ રજુઆત, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ – ગુજરાતે ઉપાડી કમાન

વિદ્યાર્થોઓને જીવનના આદર્શ પાઠ ભણાવતાં શિક્ષકોના પડતર પ્રશ્ને ગુજરાતસરકાર ઉપેક્ષા સેવી રહી છે. દરમિયાન આ અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ….

Gujarat Others
શિક્ષકોના પડતર પ્રશ્નો

વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કરવામાં શિક્ષકોનું યોગદાન રહેલુ છે. પરંતુ વિદ્યાર્થોઓને જીવનના આદર્શ પાઠ ભણાવતાં શિક્ષકોના પડતર પ્રશ્ને ગુજરાત સરકાર ઉપેક્ષા સેવી રહી છે. દરમિયાન આ અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતે અગાઉની સરકાર પછી હવે મુખ્ય્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકાર સમક્ષ પણ રજૂઆત કરી શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવા શિક્ષણમંત્રી જિતુવાઘાણીને રજૂઆત કરી છે.

આ પણ વાંચો :દાહોદમાં બે વર્ષથી પીડાય રહેલ 35 વર્ષીય મહિલાના પેટમાંથી કાઢી 13 કિલોની ગાંઠ

  • ગુજરાતમાં શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે રજૂઆત
  • રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કરી રજૂઆત
  • શિક્ષણમંત્રી જિતુ વાઘાણી સમક્ષ રજૂઆત
  • શિક્ષકોના 27 પ્રશ્નો ઉકેલવા રજૂઆત
  • શિક્ષકોના પ્રશ્ન ઉકેલવા સરકારનો સાનુકૂળ પ્રતિભાવ

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલાં અનેક શિક્ષકોની ખાલી થયેલી જગ્યા પર આજ સુધી ભરતીકરવામાં આવી નથી. શિક્ષકોની ખાલી જગ્યાની વિદ્યાર્થોઓના શિક્ષણ પર કોઇ અસર પડે નહીં તે હેતુ પ્રવાસી શિક્ષકની ભરતી પ્રથા સરકારે અમલમાં મૂકી છે. સરકારનો નિર્ણય પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા અમલ નહીં થતાં શિક્ષકોની ખાલી જગ્યાની સીધી અસર વિદ્યાર્થઓના શિક્ષણ પર પડી રહી છે. આ સિવાય પણ શિક્ષકોના અનેકવિધ પ્રશ્નો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત અને હાલમાં પ્રજાલક્ષી અભિગમ ધરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારને પણ રજૂઆત કરી છે. આમ છતાં આજદિન સુધી શિક્ષકોના પ્રશ્નો યથાવત રહ્યાં છે.

આ પણ વાંચો :ભાટીયા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીનું પરાક્રમ, આચર્યું કરોડો રૂપિયાનું કૌભાંડ

  • શિક્ષકોના સાતમા પગારપંચના બાકી હપ્તા ચૂકવવા
  • પેન્શન યોજનાનો લાભ તમામ શિક્ષકોને આપવો
  • શિક્ષણ સિવાયની તમામ કામગીરીમાંથી મુક્તિ
  • વર્ષ-2005 પહેલાંના નિયુક્ત શિક્ષકોના જીપીએફ ખાતા ખોલવા
  • ગ્રાન્ટેડ શાળાના નિયુક્ત આચાર્યને ઇજાફો આપવો
  • વિદ્યાર્થઓના હિતમાં અભ્યાસક્રમ ઘટાડવો

ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી સમક્ષ રજૂ થયેલાં આ પ્રશ્નો તાકીદે ઉકેલવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે માગ કરી છે. સરકારે હકારાત્મક પ્રતિભાવ તો આપ્યો છે..પરંતુ શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતમાં પડતરપ્રશ્નો ક્યારે ઉકેલાશે.એ પ્રશ્ને શિક્ષકો હજી અસમંજસ સ્થિતિમાં છે.શિક્ષકોના હિતમાં સરકાર ક્યારે નિર્ણય લેશે.તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો :કુવાડવા રોડ પર નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા, કારણ જાણી આવશે ગુસ્સો

આ પણ વાંચો :  સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત

આ પણ વાંચો :ધોરાજીમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, લોકો માટે માર્ગ પરથી પસાર થવું બન્યું મુશ્કેલ