Not Set/ 117 વર્ષ જૂન રેકોર્ડ તોડનાર આ ગુજ્જુ ક્રિકેટર કોણ છે, રણજીમાં ફટકાર્ય 359 રન જાણો

અમદાવાદઃ રણજી ટ્રોફીની આ સિઝનમાં અત્યાર સુધી 5 ત્રેવડી સદી નોંધાઈ છે. મંગળવારે આણંદના સમિત ગોહેલે ઓડીશા સામે ત્રીજી ક્વાર્ટર ફાઇનલ મેચમાં અણનમ 359 રન ફટકાર્યા હતા. ત્યારે ક્રિકેટપ્રેમીઓમાં સમિત આશાનું કિરણ બન્યો છે. સમિત ગોહિલ 16 વર્ષની વયે ગુજરાતની અંડર 19ની ટીમમાંથી રમ્યો હતો. તેમજ રણજી  ટ્રોફીમાં ગુજરાતની ટીમમાંથી 23 મેચમાં ભાગ લીધો હતો. […]

Gujarat Sports

અમદાવાદઃ રણજી ટ્રોફીની આ સિઝનમાં અત્યાર સુધી 5 ત્રેવડી સદી નોંધાઈ છે. મંગળવારે આણંદના સમિત ગોહેલે ઓડીશા સામે ત્રીજી ક્વાર્ટર ફાઇનલ મેચમાં અણનમ 359 રન ફટકાર્યા હતા. ત્યારે ક્રિકેટપ્રેમીઓમાં સમિત આશાનું કિરણ બન્યો છે. સમિત ગોહિલ 16 વર્ષની વયે ગુજરાતની અંડર 19ની ટીમમાંથી રમ્યો હતો. તેમજ રણજી  ટ્રોફીમાં ગુજરાતની ટીમમાંથી 23 મેચમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત સમિતે 359 રન બનાવતાંની સાથે જ પરિવારજનોમાં ખુશીની લાગણી છવાણી ગઈ હતી.

સમિત ગોહિલે ઈંગ્લેન્ડના બોબી આબેલનો રેકોર્ડ તોડ્યો છે. બોબી આબેલે લંડનના ઓવલ ગ્રાઉન્ડ પર ઈંગ્લીશ કાઉન્ટી ક્રિકેટમાં સરે તરફથી રમતાં સમરસેટ સામે 357 રન ફટકાર્યા હતા. બોબી આબેલે આ રેકોર્ડ 1899માં બનાવ્યો હતો.

સમિત ગોહિલે તેની ઈનિંગ્સ દરમિયાન બીજી પણ એક સિધ્ધી મેળવી. ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં સમિત પહેલાં માત્ર ત્રણ જ એવા ઓપનર આવ્યા કે જે આરંભથી અંત સુધી અણનમ રહ્યા. સમિત આ ઈનિંગ્સમાં કેરી થ્રુ ધ બેટિંગની સિધ્ધી પણ મેળવી.

 સમિત ગોહિલ દ્વારા ફટકારાયેલી ટ્રિપલ સેન્ચુરી આ રણજી સિઝનમાં ગુજરાત તરફથી નોંધાયેલી બીજી ત્રેવડી સદી છે. આ પહેલા ગુજરાતના પ્રિયાંક પંચાલે અણનમ 314 રન બનાવ્યા હતા. રણજી ટ્રોફીની આ સિઝનમાં અત્યાર સુધી 5 ત્રેવડી સદી નોંધાઈ છે.