સુરતમાં તાજેતરમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે. લગભગ ગુજરાત રાજ્યમાં જ યુવકો ક્રિકેટ રમતા અથવા રોજિંદુ કામ કરતા કરતા હાર્ટ એટેકથી મૃત્યુ પામતા હોય એવી ઘટના સામે આવી રહી છે. ત્યારે આવામાં સુરત શહેરમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાની ઘટના સામે આવી છે. 27 વર્ષના યુવાન અને 46 વર્ષની મહિલાનું અચાનક મોત નીપજતા બંને પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. બંને વ્યક્તિઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આપને જણાવી દઈએ કે, સચિન કનકપુર વિસ્તારમાં રહેતી મહિલાને ટીવી જોતા જોતા અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જે બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના હાજર તબીબો મહિલાને મૃત જાહેર કરી હતી. તો બીજી બાજુ, 27 વર્ષીય યુવાનને પણ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જે બાદ તેમને પણ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
મનપાની સ્થાયી સમિતીના ચેરમેનને આવ્યો હાર્ટ એટેક
મહત્વનું છે કે, આ પહેલા જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીના ચેરમેનને હાર્ટ એટેકે આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બુધવારે સ્થાયી સમિતીની બેઠક હતી. સામાન્ય રીતે આ બેઠક મનાપાના ઉપરના માળે યોજાતી હોય છે. પરંતુ બુધવારે સ્થાયી સમિતીના ચેરમેન હરેશભાઇ પણસારાની તબિયત થોડી લૂઝ હોવાનું જણાતા સ્થાયી સમિતીની બેઠક મેયરની ચેમ્બરમાં જ બોલાવાઇ હતી. બેઠક પુરી થતા જ હરેશભાઇએ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા તેમની જ્યાં દવા ચાલુ હતી તે ડોકટર પાનસુરીયાને જાણ કરી હતી.
કેમ યુવાઓને થાય છે હાર્ટ અટેક
સિગારેટના ધુમડો ઉડાડવો એ આજકાલના યુવાનોની ફેશન ટ્રેન્ડમાં ખૂબ જ પોપ્યુલર બન્યું છે. લગભગ તેમને આ વાતની જાણ નથી કે સિગારેટ અને તંબાકુને કારણે તેમના શરીરની રક્તવાહિનીઓ અવરોધિત થાય છે અને લોહીનો પ્રવાહ પણ ધીમો થઇ જાય છે.આ રીતે જંકફૂડ અને તળેલું ભોજન કરવાથી પણ હ્રદયની બીમારી શરૂ થાય છે. જે લોકો પોતાના ભોજનમાં વધારે ચરબી, ઇંડા અને માંસનું સેવન કરે છે, તેવા લોકોને બીજાની તુલનામાં હ્રદયની બીમારી થવાનો ખતરો 35 ટકા વધી જાય છે.
આ સિવાય અનહેલ્દી લાઇફસ્ટાઇલ, તણાવ અને કોઇ ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાયેલ ન હોવાને કારણે પણ હ્રદય સંબંધી બીમારીઓ વધી જાય છે. એવામાં, હ્રદયનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. મોટાભાગે એવું જોવા મળે થે કે ગંભીર અવસ્થા પર પહોચ્યા પછી જ લોકોને આ રોગ વિશે જાણ થાય છે. જેના કારણે તે સમયે તેનો ઇલાજ કરવો ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે. જો પ્રારંભમાં જ હ્રદય સાથે સંબંધિત બીમારીઓનો ખ્યાલ આવી જાય, તો આ બીમારીનો ઇલાજ સંભવ છે. આ માટે આજે અમે તમને 7 એવા લક્ષ્ણ બતાવવા જઇ રહ્યા છીએ, જેની મદદથી તમે જાણી શકો છો કે, તમને હ્રદય રોગ છે કે નહીં.
આ પણ વાંચો:જૂનાગઢની જેલમાં હવાલદાર પર હુમલો કરનાર 17 વર્ષે ઝડપાયો
આ પણ વાંચો:અંબિકા નજીક ગમખ્વાર અકસ્માત, બસની અડફેટે આવતા પાંચ લોકોના મોત : જુઓ CCTV
આ પણ વાંચો:ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે, ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકી વિદ્યાર્થી પંખે લટકી ગયો
આ પણ વાંચો:ખોટા બિલો બનાવી આ શખ્સે સરકારને લગાવ્યો કરોડોનો ચુનો…વાંચો કેવી રીતે પકડાયો
આ પણ વાંચો:હિન્દુ યુવતીએ વિધર્મી સાથે પ્રેમ સંબંધ તોડતા વિધર્મીએ આપી ધમકી, પોલીસે કરી ધરપકડ