Not Set/ નસવાડી/ પતિએ જંગલમાં લઇ જઈને પત્નીનું દબાવ્યું ગળુ, પછી…?

છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના નનુંપુરા ગામમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ પોતાની પત્નીથી છુટકારો મેળવવા માટે જંગલમાં લઇ જઈને હત્યા કરી હમેશા માટે પત્નીથી મુક્તિ મેળવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના નનુંપુરા ગામ નજીક આવેલ જંગલમાં પતિએ પત્નીની હત્યા કરી છે. મૃતક કોકિલબેનને તેનો પતિ અરવિંદ રાયસિંગ નાયકા વારંવાર માનસિક […]

Gujarat Others
અમદાવાદ 2 નસવાડી/ પતિએ જંગલમાં લઇ જઈને પત્નીનું દબાવ્યું ગળુ, પછી...?

છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના નનુંપુરા ગામમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ પોતાની પત્નીથી છુટકારો મેળવવા માટે જંગલમાં લઇ જઈને હત્યા કરી હમેશા માટે પત્નીથી મુક્તિ મેળવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના નનુંપુરા ગામ નજીક આવેલ જંગલમાં પતિએ પત્નીની હત્યા કરી છે. મૃતક કોકિલબેનને તેનો પતિ અરવિંદ રાયસિંગ નાયકા વારંવાર માનસિક ત્રાસ અને  મારઝૂડ કરતો હતો. અને ઘરમાં કંકાશ ભર્યું વાતાવરણ રહેતું હતું. ઘર કંકાસમાં જ પતિએ પત્નીની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું છે.

મળતી વિગતો અનુસાર આરોપી પોતે બીમાર હોવાનું કહીને પત્ની સાથે દવાખાને નીકળ્યો હતો. રસ્તામાં જંગલ વિસ્તારમાં જઈને પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.