યે આગ કબ બુજેગી/ રિવાબા સાંભળો…..ઓકાત શબ્દથી પરિવારમાં નારાજગી : મેયર બીનાબેન

મેયર બીનાબેને પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે, ઓકાત શબ્દથી પરિવારમાં નારાજગી છે. મારો પરિવાર પ્રતિષ્ઠિત પરિવાર છે, ક્યારેય વિવાદમાં આવ્યો નથી, પરંતુ રિવાબાના શબ્દોથી પરિવારને લાગી આવ્યું છે.

Top Stories Gujarat Others
Untitled 169 રિવાબા સાંભળો.....ઓકાત શબ્દથી પરિવારમાં નારાજગી : મેયર બીનાબેન

જામનગરમાં શહેર ભાજપમાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે થયેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. જાહેર મંચ પર ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતા સામસામે આવી ગયા હતા. જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ વચ્ચે જાહેરમાં શાબ્દિક તુતુ મૈંમૈં જોવા મળી હતી.

આવામાં હવે મેયર બીનાબેને પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે, ઓકાત શબ્દથી પરિવારમાં નારાજગી છે. મારો પરિવાર પ્રતિષ્ઠિત પરિવાર છે, ક્યારેય વિવાદમાં આવ્યો નથી, પરંતુ રિવાબાના શબ્દોથી પરિવારને લાગી આવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, શહેરના પ્રથમ નાગરિક સાથે આં પ્રકારનું વર્તન અયોગ્ય છે.જેથી સમાજ અને પરિવારના સભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે. મેં સમગ્ર મામલો હાઈકમાન્ડને જણાવ્યો છે, શું બન્યું એ બાબતે હાઈકમાન્ડને જણાવી છે.

આપને જણાવી દઈએ કે, સમગ્ર ઘટનાક્રમના બીજા દિવસે પણ જામનગરના રાજકારણમાં ગરમાવો રહ્યો હતો. ઘટનાને પગલે મેયલ બીનાબેન કોઠારીા પરિવારનો શહેર ભાજપ પ્રમુખને મળવા માટે પહોંચ્યા હતા અને ઔકાત શબ્દ તથા રિવાબાએ કરેલા વાણીવિલાસ સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. જોકે શહેર ભાજપ દ્વારા તેમને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના નહીં થાય તેની ખાતરી આપી હતી.

શુક્રવારે ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરાના કાર્યાલય પર મેયર બીનાબેન કોઠારીના પરિવારના સભ્યો પહોંચી ગયા હતા. અહીં તેમણે રિવાબાએ વાપરેલા શબ્દો સામે વિરોધ નોંધાવ્યો હતો. પરિવારના મોભી પ્રવિણભાઈ કોઠારીએ આ અંગે જણાવ્યું હતું કે, અમે રજૂઆત કરી છે, અમારી કોઈ માંગણી નથી. શહેર પ્રમુખે અમને આશ્વાસન આપ્યું છે કે ભવિષ્યમાં આવું નહીં થાય.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો